ઝી બ્યુરો/સુરત: સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક કરૂણાંતિકા બની છે. પલસાણામાં ગણેશજીની પ્રતિમાને સ્થાપના માટે પંડાલ સુધી લઈ જવા શોભાયાત્રા એક નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન ભકતો પર ટેમ્પો ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં એક યુવતીનું કરુણ મૃત્યુ થયું છે. હાલ શોભાયાત્રામાં અકસ્માતનો live વીડિયો સામે આવ્યો છે. જેમાં ડી.જે ની પાછળ નાચી રહેલા લોકો પર ટેમ્પા ફરી વળે છે. જાણવા મળી રહ્યું છે કે ગણપતિની મૂર્તિ મુકેલ ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા ડી.જે પાછળ નાચી રહેલા લોકોને કચડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો ભરૂચવાળી થાત


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પલસાણાના પાડા ફળિયાના રહીશો ગણેશ પંડાલ માટે ગણેશજીની પ્રતિમા લેવા ગયા હતા. ગણેશજીની પ્રતિમાને લઈને પરત ફરતી વખતે ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો નાચવામાં વ્યસ્ત હતા. આ શોભાયાત્રા પઠાણ પાર્ક પાસે પહોંચી ત્યારે દુર્ઘટના થઈ હતી. ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. ટેમ્પોની આગળ જ ડીજેના તાલે ભક્તો નાચી રહ્યા હતા. આ બેકાબુ ટેમ્પો ભક્તો પર ફરી વળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. 


હે રામ! 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ સંતાનોએ ગુમાવી છત્ર


આ ગમખ્યવાર અકસ્માતમાં એક યુવતીનું કરૂણ મૃત્યુ થયું હતું. તેમજ બે બાળકો સહિત ચાર ભકતો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રંજનબેન ભાણાભાઈ રાઠોડ (ઉ.વર્ષ 50)ને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે યાત્રામાં સામેલ આરતીબેન ઉક્કડભાઈ રાઠોડ (ઉ.વર્ષ 19), પિંકુબેન કાળુભાઈ રાઠોડ(ઉ.વર્ષ 30), અંશ નવીનભાઈ હળપતિ(ઉ.વર્ષ 10)અને રાધિકા લાલુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 11)ને ઈજા થઈ હતી.  


ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી


ઘાયલોને સારવાર અર્થે પ્રથમ પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ ઈજા હોય તેવા લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.


આને કહેવાય નસીબ! 53 વર્ષના કાકાના પ્રેમમાં પડી 22 વર્ષની છોકરી, હું મારો જીવ પણ....