વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યા
વાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.
વાવઃ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વાવમાં ભાજપ અને કોંગ્રેસ જ નહીં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે...અપક્ષ ઉમેદવારી કરનારા માવજી પટેલ ન માન્યા અને ફોર્મ પરત ન ખેંચતા હવે ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે...જો કે અન્ય કેટલાક અપક્ષને ભાજપે મનાવી લીધા...પરંતુ માવજી પટેલ ન માન્યા...ત્યારે કેવો રહેશે વાવનો જંગ?...જુઓ આ અહેવાલમાં....
વાવમાં ખીલશે ગુલાબ કે કમળ?
વાવમાં અપક્ષનું બેટ કેવા મારશે ફટકા?
ગુલાબ, કમળ અને બેટ વચ્ચે જંગ
ત્રિપાંખિયા જંગથી કોને થશે ફાયદો?
ભૂરાજી માની ગયા પણ માવજી ન માન્યા
વાવથી કોણ પહોંચશે ગાંધીનગર?
ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું...ભારે રસાકસી બાદ હવે નક્કી થઈ ગયું કે વાવમાં ભાજપ અને કોંગ્રેસની સાથે અપક્ષના માવજી પટેલ વચ્ચે પણ જંગ જામશે...એટલે કે વાવમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે...જે પણ અપક્ષોએ ફોર્મ ભર્યા હતા તેમને માનવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા...કેટલાક માની ગયા તો કેટલાક ન માન્યા...આખરે એ નક્કી થઈ ગયું છે હવે વાવમાં કુલ 10 ઉમેદવાર વચ્ચે મુકાબલો થશે...જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે સીધી ટક્કર જામશે...
જંગ આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. પરંતુ આ બન્ને પાર્ટીનો ખેલ અપક્ષ બગાડી શકે છે...અપક્ષ માવજી પટેલ ચૌધરી સમાજમાંથી આવતા મોટા આગેવાન છે. અને તેઓ જનતા દળની ટિકિટ પર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. જેના કારણે મુકાબલો બરાબર જામ્યો છે તેમ કહી શકાય....વાવ વિધાનસભામાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે. ઠાકોર પછી સૌથી વધુ ચૌધરી સમાજના મત છે. પરંતુ બન્નેમાંથી એક પણ પાર્ટીએ ચૌધરી સમાજને ટિકિટ આપી નહતી...જેના કારણે ચૌધરી સમાજમાં ક્યાંક નારાજગી જોવા મળતી હતી...અને તેના જ કારણે અપક્ષના માવજી પટેલ ટસના મસ ન થયા...તેમને મનાવવા માટે ભાજપના અનેક મોટા નેતાઓએ પ્રયાસ કર્યો...પરંતુ તેઓ ન જ માન્યા...
હવે આ માવજી પટેલ છે કોણ તે તમે જાણી લો...તો માવજી પટેલ ચૌધરી સમાજમાંથી આવતા મોટા અગ્રણી, 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા...2017માં અપક્ષ ચૂંટણી લડી ભાજપનો જ ખેલ બગાડ્યો હતો...માવજી પટેલ 1990માં 4251 મતથી જનતાદળના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા...કોંગ્રેસના પરબત પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા...તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદથી માવજી પટેલ લડ્યા હતા...ત્યારે 42693 મત લઈ ગયા હતા...ભાજપના પરબત પટેલની જીત થઈ હતી..ત્યારે કોંગ્રેસનો ખેલ માવજી પટેલે બગાડ્યો હતો....
કોણ છે માવજી પટેલ?
ચૌધરી સમાજમાંથી આવતા મોટા અગ્રણી
1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
2017માં અપક્ષ લડી ભાજપનો જ ખેલ બગાડ્યો હતો
1990માં 4251 મતથી જનતાદળના સિમ્બોલ પર ચૂંટાયા
કોંગ્રેસના પરબત પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા
2017માં થરાદથી ચૂંટણી લડી 42,693 મત લઈ ગયા હતા
ભાજપના પરબત પટેલની જીત થઈ હતી
કોંગ્રેસનો ખેલ માવજી પટેલે બગાડ્યો હતો
માવજી પટેલ તો નથી માન્યા...પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારી કરનારા જામા પટેલ અને ભુરાજી ઠાકોરે ફોર્મ પરત ખેંચી લીધા...ભુરાજી ઠાકોર ભાજપના સમર્થનમાં પોતાનું નામ પરત લઈ લીધું છે...તો જામ પટેલે કહ્યું કે સમાજના લોકોના કહેવાથી મેં ફોર્મ પરત લીધું છે.
વાવમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે તો વાવનું જ્ઞાતિગત સમિકરણ પણ તમારે જાણી લેવું જોઈએ....વાવમાં સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મત, ચૌધરી 49,860, દલિત 42,850, રબારી 25,192, બ્રાહ્મણ 18,670, રાજપૂત 18,251, પ્રજાપતિ 12,607, મુસ્લિમ 7,980 અને અન્યના 13,138 મત છે......
વાવમાં કોના કેટલા મત?
જ્ઞાતિ મત
ઠાકોર 82,852
ચૌધરી 49,860
દલિત 42,850
રબારી 25,192
બ્રાહ્મણ 18,670
રાજપૂત 18,251
પ્રજાપતિ 12,607
મુસ્લિમ 7,980
અન્ય 13,138
આ ઉમેદવારો છે મેદાનમાં
ગુલાબસિંહ રાજપૂત (કોંગ્રેસ)
ઠાકોર સ્વરૂપજી (ભાજપ)
પટેલ માવજીભાઈ (અપક્ષ)
ચેતનકુમાર ઓઝા (ભારતીય જન પરિષદ)
હરિજન વિક્રમભાઈ (અપક્ષ)
નિરૂપાબેન માધુ (અપક્ષ)
મંજુબેન રાઠોડ (અપક્ષ)
મનોજભાઈ પરમાર (અપક્ષ)
લક્ષ્મીબેન ઠાકોર (અપક્ષ)
જયેન્દ્ર રાઠોડ (અપક્ષ)
છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક 2024ની લોકસભા ચૂંટણી બાદ ખાલી થઈ છે. વાવમાં ગેનીબહેન ઠાકોર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય હતા...ભાજપ માટે કપરી રહેલી આ બેઠક પર હવે પેટા ચૂંટણીમાં શું થાય છે તે જોવું રહ્યું....