બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાની દસ નગર પાલિકાઓ પાસે સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસનાં કરોડો રૂપિયાનાં બિલ ભરપાઈ કરવા માટે પૈસા નહી હોવાથી આ પાલિકાઓએ દેવાળુ ફુંકયું છે,અને જેને લઈને ચાર નગર પાલિકાઓનાં સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ  કપાઈ જતા પાલિકાનાં સત્તાધીસોનાં પાપે નગરજનોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો.તેમજ જો વોટર વર્કસના વીજ જોડાણ કપાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસનું 10 દિવસનું અલ્ટિમેટમ


આણંદ જિલ્લાની દસ નગર પાલિકાઓ પાસેથી કરોડો રૂપિયાની વીજ બીલની રકમ વસુલાત માટે મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા અનેક વાર નોટીસો આપવા છતાં વીજબીલની રકમ ભરપાઈ કરવામાં નહી આવતા મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા આકરા પગલા લેવાનુ શરુ કરવામાં આવ્યુ છે. જેમા બોરીયાવી, કરમસદ, બોરસદ, ઓડ, પેટલાદ અને ઉમરેઠનાં સ્ટ્રીટ લાઈટનાં વિજ જોડાણ કાપી નાખવામાં આવતા સત્તાધીસોનાં પાપે નગરજનોને અંધારપટમાં રહેવું પડયું હતું, તેમજ જો બાકી વિજબીલનાં નાણા ભરપાઈ નહી થાય તો આગામી દિવસોમાં વોટર વર્કસનાં વીજ જોડાણ પણ કપાઈ શકે છે. 


ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે વિવાદ! સાગર પટેલે કહ્યું; માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી


જો જોવામાં આવે તો ખંભાત નગરપાલિકાનું 10.82 કરોડ, પેટલાદ નગરપાલિકાનું 8.81 કરોડ, સોજીત્રા નગરપાલિકાનું 1.98 કરોડ, ઓ઼ડ નગરપાલિકાનું 1.03 કરોડ, બોરીયાવી નગરપાલિકાનું 89.97 લાખ, ઉમરેઠ નગરપાલિકાનું 64.01 લાખ, કરમસદ નગરપાલિકાનું 2.75  કરોડ, આંકલાવ નગરપાલિકાનું 1.73 કરોડ, બોરસદ નગરપાલિકાનું 4.24 કરોડ રૂપિયાનાં વિજબીલની રકમ બાકી પડે છે અને તેને વસુલ કરવા માટે એમજીવીસીએલનાં અઘિકારીઓ દ્વારા અનેક વાર પત્રો લખ્યા છે.


કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ


જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં વીજબીલ ભરપાઈ કરવા જણાવેલ તેમ છતાં નગરપાલિકાઓ દ્વારા પુરા વિજ બીલ ભરપાઈ નહી કરવામાં આવતા વીજબીલની બાકી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે,અને ના છુટકે એમજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસનાં વીજ જોડાણ કાપવાની ફરજ પડી રહી છે,અને પાલિકાનાં સત્તાધીસોનાં પાપે નાગરીકો હેરાન થઈ રહ્યા છે.


આણંદ જિલ્લાની દસ નગરપાલિકાઓએ દેવાળુ ફુંકયું


  • દસ નગરપાલિકાઓનું 34.11 કરોડનું વિજબિલ બાકી

  • સૌથી વધુ ખંભાત નગરપાલિકાનું 10.82 કરોડ વિજબિલ બાકી

  • પેટલાદ નગરપાલિકાનું 8.81 કરોડ વિજબિલ બાકી

  • સોજીત્રા નગરપાલિકાનું 1.98 કરોડનું વિજબિલ બાકી

  • ઓડ નગરપાલિકાનું 1.03 કરોડ વિજબિલ બાકી

  • બોરીયાવી નગરપાલિકાનું 89.11 લાખનું વિજબિલ બાકી

  • ઉમરેઠ નગરપાલિકાનું 64 લાખનું વિજબિલ બાકી

  • કરમસદ નગરપાલિકાનું 2.75 કરોડનું વિજબિલ બાકી

  • આંકલાવ નગરપાલિકાનું 1.73 કરોડનું વિજબિલ બાકી

  • બોરસદ નગરપાલિકાનું 4.24  કરોડનું વિજબિલ બાકી

  • એમજીવીસીએલ દ્વારા વિજ બિલ ભરપાઈ કરવા નગરપાલિકાઓને નોટીસો ફટકારી

  • અત્યારસુધીમાં છ નગરપાલિકાઓનાં સ્ટ્રીટ લાઈટનાં વિજ જોડાણ કપાયા

  • નગરપાલિકાઓ જો વિજબિલ ભરપાઈ નહી કરે તો સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસનાં વિજ જોડાણ કપાઈ શકે છે

  • બેજવાબદાર સત્તાધીસોનાં પાપે જનતાને ભોગવવાનું આવશે.