Navratri 2023 : પાવાગઢ ખાતે પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રોઝમ આગળ અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા ત્રણ ઇસમોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક શ્રદ્ધાળુનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ માતાના ધામ સુધી પગપાળા જતા હોય છે. ત્યારે ગરબાડા તાલુકાના નળવાઇ ગામેથી પાવાગઢ રથ સાથે પગપાળા સંઘ જવા નીકળ્યો હતો. આવામાં આ સંઘમાં જતા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રોઝમ આગળ અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા ત્રણ ઇસમોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક શ્રદ્ધાળુનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે. આ અંગો પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શ્રદ્ધાળુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ આ અકસ્માતને પગલે માતમ છવાયો હતો. 


અંબાલાલ પટેલની ચેતવણી : આજથી ત્રણ દિવસ કરી ભયાનક આગાહી, બેક ટુ બેક સિસ્ટમ આવશે


શક્તિપીઠ પાવાગઢમાં પણ નવરાત્રીના પહેલા દિવસથી ભક્તોનુ કિડીયારું ઉભરાયું છે. શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર જોવા મળી યાત્રાળુઓની જોખમી ભીડ જોવા મળી છે. પાવાગઢ આવતા પદયાત્રીઓ રાત્રિના અંધારામાં સ્વ જોખમે ચાલતા જવા મજબૂર બન્યા છે. 


યાત્રાધામ અને મહાકાળીધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન 20 લાખથી વધારે શ્રદ્ધાળુઓમાં મહાકાળીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. ત્યારે માઁ શક્તિની આરાધનાના આ પર્વ દરમિયાન અહીં શ્રદ્ધાભેર આવતા યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા.


ગુજરાતના બે ખેડૂતોએ ચમત્કાર કર્યો : કેસરની ખેતી કરીને અશક્યને શક્ય બનાવ્યું, હવે કરે છે લાખોની કમાણી