Panchmahal News પંચમહાલ : આજનો મંગળવાર ગોઝારો સાબિત થયો છે. ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોઝારા અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. મોડી રાતે ગોધરા-દાહોદ હાઈવે પર રસ્તા પર ઉભેલી લક્ઝરી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા દાહોદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.


ગુજરાતમાં એક નહીં ભગવાન સોમનાથના 2 છે મંદિર, એક સોને મઢેલું તો બીજું કાચના ટુકડાઓથી


રસ્તા પર ઉભેલી લકઝરી બસને પાછળથી આવતી અન્ય ખાનગી બસે ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળથી આવતી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં પલટી ગઈ હતી. ટક્કર વાગતા ઉભેલી બસની પાછળના ભાગે બેઠેલા મુસાફરોના મોત નિપજ્યા છે.  


આ અકસ્માતમાં લક્ઝરીમાં બેઠેલા ચાર મુસાફરોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મોટાભાગે શ્રમિક પરિવાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 2 બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તેમજ 3 મુસાફરોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 


 


ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, આખું ગોહિલવાડ આ ભડવીરને કરે છે નમન


અકસ્માતની માહિતી આપતા ગોધરા એસડીએમ પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું કે, ગોઝારી ઘટના માં કુલ 11 મુસાફરો ઇજાગ્રસ્ત થતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક બાળક સહિત 3 ની હાલત ગંભીર જણાતા ત્રણેને વડોદરા વધુ સારવાર અર્થે રીફર કરાયા છે. પ્રાંત અધિકારી સહિતની કાફલો ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. 


અકસ્માતની જાણ થતા જ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


વિશ્વકપથી અદાણીને બખ્ખાં : અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિનમાં 40,801 મુસાફરો