ક્યારેય ન જોયું હોય તેવા ઘાતક માવઠાની ગુજરાતમાં આગાહી : આ દિવસોમાં કમોસમી વરસાદ તૂટી પડશે
Gujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો સાવધાન,,, આવતી કાલથી 3 દિવસ સુધી રાજ્યમાં અનેક જિલ્લામાં પડશે કમોસમી વરસાદ,,, માવઠાની આગાહીના પગલે ખેડૂતોની વધી ચિંતા,, APMC સંચાલકો થયા સતર્ક
Ambalal Patel Prediction : આવતી કાલથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાની આગાહીથી ધરતી પુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. APMC માર્કેટોના સંચાલકો સતર્ક થયા છે. તો ગુજરાત ખેડૂતોએ પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે.
ચાર વર્ષનું સૌથી તીવ્ર માવઠું
ગુજરાતમા છેલ્લા ચાર વર્ષની સૌથી તીવ્ર માવઠાની આગાહી છે. જે ખેડુતો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યના હવામાનમા પલટો આવશે. 25 થી 27 નવેમ્બર દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી માવઠાના વરસાદની આગાહી છે. બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમા વરસાદની આગાહી છે. તો કચ્છમા પણ સામન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા વાદળછાયુ વાતવરણ અને હળવા વરસાદની આગાહી છે.
ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ : સાત જન્મનું પુણ્ય લેવા નીકળી પડ્યા ભક્તો
શું કહે છે કે હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બાદમાં વરસાદી માહોલ રહેશે.
- 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
- 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ રહેશે
- 26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગ દ્વારા હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. હાલ નલિયા સૌથી ઓછા 16 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર શહેર બન્યું છે. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. અમદાવાદમાં ઠંડી સાથે વરસાદી માહોલ રહેશએ. હાલ 3 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે. બાદમાં 4 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું ઘટશે. 4 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.
5 કલાક દરિયામાં ફસાયા બાદ ઘોઘા હજીરા ફેરીના 400 થી વધુ મુસાફરો સલામત પરત ફર્યા