Ambalal Patel Monsoon Prediction : શનિવારે બપોર બાદથી પડેલા અતિભારે વરસાદમાં લગભગ અડધુ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. જુનાગઢ, જામનગર, વલસાડ, નવસારીની હાલત બદતર છે. તો અમદાવાદમાં થોડાક વરસાદમાં પણ પૂર જેવો નજારો અમદાવાદીઓએ જોઈ નાઁખ્યો. આવામાં આજે રવિવારે પણ લોકોને રાહત મળવાની નથી. કારણ કે, રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલે 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા અને કચ્છમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો સુરત, વલસાડ, નવસારી માટે પણ રેડ અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.


 



 


7.30 થી શરૂ થતા આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી ખતરનાક છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 


આ જિલ્લાના લોકો આજે સાચવજો
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની મોટી ઘાત છે. હવામાન વિભાગે શહેરના નામ આપીને આગાહી કરી છે. જેમાં આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.


 



 


હવામાન વિભાગે આપેલા વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સાથે હવામાન વિભાગે રવિવારની સવાર કેવી રહેશે અને કઇ કઇ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે તે અંગેની પણ આગાહી કરી છે. હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 23-24 તારીખે અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. હાલ રાજ્યમાં થઈ રહેલા ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદનું કારણ પૂર્વ-પશ્ચિમ ટ્રોફની સાથે મોનસુન ટ્રોફ પણ છે.


 



 


નર્મદા ડેમની સપાટીમાં વધારો
સતત વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 127.86 મીટર થઈ છે. ઉપરવાસમાંથી 89555 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નર્મદા ડેમમાં હાલ 3120 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સ્ટોર થયો છે. આમ, નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે.