Rain Alert In Gujarat : ગુજરાતમાં આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસ્યો છે. તેમાં પણ વલસાડમાં મિની વાવાઝોડા સાથે કરા પડ્યા, તો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડમાં તોફાની પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા, તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે. ત્યારે આજે ક્યાં ક્યાં વરસાદ રહ્યો તે જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમા કરા સાથે વરસાદ 
વલસાડ જિલ્લામાં આજ રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા. કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે આવેલ આશ્રમ શાળાનો છેડ ઉડ્યો હતો. તો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવના કારણે વૃક્ષ ધરાશાયી થયા છે. તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘર વકરીનો સામાન ખરાબ થઈ ગયાની ઘટના બની છે. કપરાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાનનીની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે.


રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો. સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં વરસાદ કરા સાથે વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા છે. 


ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત


ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ 
ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યુ. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું છે. 


અંબાજીમાં ભારે વરસાદ
અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો સાથે જ હળવા વરસાદની શરૂઆત થઈ છે. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી મહોલ જોવા મળ્યો છે. વરસાદનાં હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત થઈ છે. હજી પણ આકાશમાં વાદળો ગરજી રહ્યા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે.


અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેક