Gujarat Weather Forecast : ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત જ તોફાની માવઠાથી થઈ છે. માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઈકાલથી બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં કમોસમી માવઠું વરસ્યું છે. ત્યારે હજી પણ ગુજરાત માટે ભારે દિવસો છે. કારણ કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી આટલા જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે વરસાદની આગાહી છે. તો આ સાથે જ 40ની ઝડપે પવન પણ ફૂંકાશે. 2 સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સામાન્ય થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઇ  છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 


ગુજરાતના આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર તૂટી પડ્યો વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ


આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે..


7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો 
આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.


ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની તારીખ જાહેર, ખાલી પડેલી 5,554 જગ્યા માટે કરાશે ભરતી


અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 


મહેદાવના ધામમાં માંસાહાર : શિવરાત્રી પહેલા ભવનાથ તળેટીમાં નોન-વેજ બનાવાયું