કચ્છ : અંજાર શહેરની GIDC માં આવેલા પ્લાસ્ટિકના ભંગાર વાડામાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નિકળતા લોકોમાં અફડા તફડી મચી હતી. વિસ્ફોટ એટલો વિકરાળ હતો કે આસપાસનાં અનેક મીટર વિસ્તારમાં ન માત્ર અવાજ સંભળાયો હતો પરંતુ હળવું કંપન પણ અનુભવાયું હતું. વિકરાળ આગના પગલે કિલોમીટરો દુરથી પણ ધુમાડાના ગોટેગોટા જોઇ શકાતા હતા. ધુમાડાના ગોટેગાટાના પગલે સમગ્ર વિસ્તારમાં વિઝેબલિટી પર પણ ગંભીર અસર પડી હતી. આગ એટલી ભયાનક હતી કે કદાચ ઉડતુ પંખી પણ જો હોય તો આ આગની ઝપટે ચડીને નીચે પટકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND vs SA 4th T20: રાજકોટમાં મેચ પહેલા વરસાદે ઈનિંગ શરૂ કરી, મેચ રમાશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ?


ખાનગી અને સરકારી ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ...
હાલ લખાઇ રહ્યું છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. 5 ફાયરની ટીમ વાહનો સાથે ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 7 થી 8 સરકારી ખાનગી વાહનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત આસપાસમાં પણ આગ ન વ્યાપે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ તો આ પ્લાસ્ટિક હોવાનાં કારણે આગ પર કાબુ મેળવવો લગભગ અશક્ય લાગી રહ્યો છે. જો કે આને કારણે વાડના માલિકને પણ મોટુ નુકસાન થયાની શક્યતા છે. 


સી.આર પાટીલ બોલું છુ, મારા માણસની તત્કાલ બદલી કરો એમ કહેતા જ અધિકારીએ...


આયાતી ઉચ્ચ ક્વોલિટીનું અત્યંત જ્વલનશીલ પ્લાસ્ટિક...


પ્લાસ્ટિકના વ્યાપાર કરતી કંપનીઓને આયાતી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પ્લાસ્ટિક પુરૂ પાડતી આ કંપનીનું પ્લાસ્ટિક ખુબ જ મોંઘુ હોય છે. આ ઉપરાંત તે સામાન્ય પ્લાસ્ટિકની તુલનાએ ખુબ જ જ્વલંતશીલ પણ હોય છે. જેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ મનાઇ રહ્યો છે. જ્યાં સુધી આ તમામ પ્લાસ્ટિક બળી નથી જતું ત્યાં સુધી પાણીના મારા દ્વારા પણ આગ પર કાબુ મેળવવો લગભગ અશક્ય હોવાનું લાગી રહ્યું છે. જો કે હાલ ફાયર જવાનો આ આગ વધારે વિકરાળ ન બને અને આસપાસ ન ફેલાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube