અમદાવાદ :સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.


શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ વધી, રવિવારની રજામાં અમદાવાદ પોલીસે 40 જુગારી પકડ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈબી દ્વારા ભારતમાં ઓગસ્ટ મહિનામાં આતંકી હુમલાના ઈનપુટ આપવામાં આવ્યા છે. આ સાથે જ અફઘાન બોર્ડર ક્રોસ કરીને ચાર આતંકીઓ ભારતમાં ઘૂસ્યા હોવાની સૂચના તમામ રાજ્યોને આપી દેવાઈ છે. ગુજરાત એટીએસ તરફથી એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને આ અંગેનો ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. આવામાં ભારતમાં વસતા તમામ અફઘાની નાગરિકોના સી ફોર્મ તપાસના આદેશ છૂટ્યા છે. આ સી ફોર્મ 18 ઓગસ્ટ સુધી તમામ કચેરીઓમાં મોકલી દેવાય તેવુ સૂચન કરાયું છે. તેમજ તમામ સૂચનોનું કડકપણે પાલન કરવાનું કહેવાયું છે. ATSને ઝાંકી નામના પાકિસ્તાની આતંકી ઉપર શંકા છે. આ ખૂંખાર આતંકી ઝાંકી ભારતમાં ઘુસેલા અફઘાની ગ્રુપને માર્ગદર્શન આપે છે. તેથી જ ગુજરાતની બોર્ડર પણ એલર્ટ કરી દેવાઈ છે. 


Photos : શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથની આરતીમાં રૂપાણી દંપતી જોડાયું



ગુજરાત એટીએસ તરફથી આતંકી ગ્રૂપને માર્ગદર્શન આપનાર ઝાંકી નામના શખ્સનું ઓળખપત્ર પણ મોકલાયું છે, જેથી પોલીસ ચેકિંગ દરમિયાન તેની ઓળખ કરી શકે. 


ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ ગુજરાતમાં આઈબીના ઈનપુટ તરફથી ગુજરાતમાં આતંકી હુમલો થવાની આશંકા સેવાઇ રહી છે, જેના કારણે ગુજરાત પોલીસના ડીજીપી દ્વારા ગુજરાતની તમામ પોલીસ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનની સરહદ ઉપરના બનાસકાંઠાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બોર્ડર પોસ્ટ પર એસઆરપીના 30 જવાનો તેમજ 15  જીઆરડીના જવાનો સાથે પોલીસ બુલેટપૃફ જેકેટ સાથે તેનાત કરવામાં આવી છે તો પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :