ગુજરાતને કાશ્મીર બનાવો, રાજકોટથી પકડાયેલા આતંકીઓને ગુજરાત ભડકે બાળવાની અપાઈ હતી સૂચના
Rajkot Terrorists : તપાસમાં એવુ પણ જાણવા મળ્યું કે, રાજકોટની કેટલીક મસ્જિદો દ્વારા ત્રણેયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્રણેયના વિચારો હિંસક હોવાથી તેમને મસ્જિદોમાં પ્રવેશ ન કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ કારણે ત્રણેય હતાશ થયા હતા અને કેટલીક તપાસ એજન્સીઓ સહિત તેમની વિચારધારાનો વિરોધ કરાનારા લોકોનો હિંસક મુકાબલો કરવાનું નક્કી કર્યુ હતું. તેમના હેન્ડલરો દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી કે, ગુજરાતને કાશ્મીરમાં ફેરવો
Gujarat ATS : રાજકોટથી પકડાયેલા અલ કાયદાના ત્રણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યાં છે. રાજકોટથી પકડાયેલા ત્રણ બંગાળી જ્વેલરી કારીગરોના ઈરાદા શું હતા તે હવે ખુલ્લા પડી ગયા છે. હકીકતમાં તેઓ ગુજરાતને કાશ્મીરની જેમ સળગતુ રાખવા માંગતા હતા. ત્રણ ત્રાસવાદીઓની પૂરપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ત્રણેયને એવુ કામ સોંપાયુ હતું કે, જે કોઈ અલ કાયદાની વિચારધારાનો વિરોધ કરે તેઓને ટાર્ગેટ કરવાના હતા. ત્રણેયના કાળા કારનામાઓની ગંધ આવી જતા રાજકોટની મસ્જિદોએ ત્રણેય માટે પ્રતિબંધ મૂક્યો હતો.
થોડા સમય પહેલા રાજકોટથી ત્રણ ત્રાસવાદીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે 1 ઓગસ્ટના રોજ રાજકોટથી અબ્દુલ સુકુર અલી, અમન મલિક અને સૈફ નવાઝની ધરપકડ કરી હતી. તમામ 20 વર્ષની ઉંમરના હતા. અલી અને નવાઝ વર્ધમાન જિલ્લાના વતની છે, તો મલિક પશ્ચિમ બંગાળનો છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, આ ત્રણેય રાજકોટમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે
આ ત્રણેય કટ્ટરપંથીઓને ગુજરાતને બીજા કાશ્મીરમાં ફેરવવાની સૂચના અપાઈ હતી. સાથે જ તેમને શરિયા કાયદાનો વિરોધ કરનારા કોઈને પણ નિશાન બનાવવાની સૂચના અપાઈ હતી. તેમને કહેવાયુ હતું કે, તેમની વિચારધારાનો વિરાધ કરનારા મુસ્લિમોને પણ નિશાન બનાવો, આવી જ ટ્રીક કાશ્મીરમાં પણ કેટલાક આતંકવાદી જૂથ દ્વારા અપનાવવામાં આવે છે.
તપાસ એજન્સીની તપાસમાં સામે આવ્યું કે, તાલેહે રચેલા જૂથના 21 સભ્યોને પૈસા મોકલ્યા હતા. તેથી હાલ તેમને કરેલા નાણાંના લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે. જેથી દેશમાં છુપાયેલા અન્ય સ્લીપર સેલની પણ ઓળખ કરી શકાય. તેઓએ વિદેશમાં પણ નાણાંનો વ્યવહાર કર્યો હોય તેવી ચર્ચા છે. તેથી આ તપાસમાં ઈડી પણ જોડાઈ શકે છે.
કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના
સાથે જ તપાસમાં એવુ પણ જાણવા મળ્યું કે, રાજકોટની કેટલીક મસ્જિદો દ્વારા ત્રણેયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્રણેયના વિચારો હિંસક હોવાથી તેમને મસ્જિદોમાં પ્રવેશ ન કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ કારણે ત્રણેય હતાશ થયા હતા અને કેટલીક તપાસ એજન્સીઓ સહિત તેમની વિચારધારાનો વિરોધ કરાનારા લોકોનો હિંસક મુકાબલો કરવાનું નક્કી કર્યુ હતું. તેમના હેન્ડલરો દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી કે, ગુજરાતને કાશ્મીરમાં ફેરવો.
શું પાટીલ થશે રીપિટ? ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પૂરો, દિલ્હીનું નરો વા કુંજરો વા