રાજકોટ : ઉપલેટાના કટલેરી બજારમાં આવેલી બુટાણી ચેમ્બર નજીકની KGN મેટલમાં બ્લાસ્ટ થતા બે શ્રમીકોનાં મોત નિપજ્યાં હતા. જો કે તપાસમાં આ બ્લાસ્ટ ગેસ સિલિન્ડરના કારણે નહી પરંતુ આર્મી સેલ સ્ક્રેપને ભાંગતા દુર્ઘટના થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપલેટા પોલીસે ડેલાધારકને સકંજામા લઇને તેની વિરુદ્ધ અન્ય સામે ગુનો નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. ઉપલેટાની સ્ક્રેપની દુકાન પિતળ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુની વસ્તુઓના ભંગારનો વ્યાપાર કરે છે. આ સ્ક્રેપની દુકાનમાં અલગ અલગ ભંગાર વેચવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો તણાયા, એકનું મોત, 2 ને બચાવી લેવાયા


ડેલા પર બે શ્રમીક પિતા-પુત્ર ભંગાર તોડવાનું કામ કરતા હતા. તેવામાં અચાનક બ્લાસ્ટ થતા બંન્નેના શરીરના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. બંન્નેના બ્લાસ્ટના કારણે મોત નિપજતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એસપી બલરામ મીણા, એફએસએલની ટીમ, બીટીએસ ટીમ સહિતનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો હતો. એસપી પોતે આ સમગ્ર મામલે બારીક નજર રાખી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ કોઇ વિસ્ફોટક પદાર્થ હોય તો જ આવો બ્લાસ્ટ થઇ શકે તેવા તારણ પર પોલીસ ટીમ પહોંચી હતી. 


સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ


જેથી પુછપરછ કરતા સામે આવ્યું કે, જામનગરના ભાટિયા સ્ક્રેપ પાસેથી તેમણે આ સ્ક્રેપ ખરીદ્યો હતો. તેમાં આર્મીમાં વપરાતા રોકેટ લોન્ચરના ડિફ્યુઝ થયેલા અને વણફાટેલા સેલ તોડવા દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે હવે પોલીસ તપાસની સોઇ ભાટિયા સ્ક્રેપ તરફ ગઇ છે. હાલ તો પોલીસ તપાસ ચાલી રહી છે. આ સ્ક્રેપમાં જીવતા શેલ કઇ રીતે આવ્યો? ભંગારમાંથી કઇ રીતે જીવતા સેલ નિકળ્યાં અને આટલી બેદરકારી કોના દ્વારા આચરવામાં આવી વગેરે મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube