અલ્કેશ રાવ/ દિયદર :પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોરે વધારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગુજરાતમાં વાવમાંથી ધારાસભ્ય એવા ગેની બેન પોતાનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગેની બહેનના તેજાબી ભાષણના કારણે અત્યાર રાજકારણ ગરમાઇ ગયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બને તો મને સચિવાલયના ગેટ પર બેસાડજો. મારે ભાજપવાળાને અંદર ઘુસવા નથી દેવા. તમામને હું ગેટ પર જ રોકી રાખીશ અને સચિવાલય અપવિત્ર ન કરે તેનું ધ્યાન રાખીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સાથે આર્થિક અને વેપાર સંબંધો વધુ આગળ વધારવા  કટિબદ્ધ છીએ: પૂર્વ ઓસ્ટ્રેલિયન PM


કોંગ્રેસની સરકાર બને તો હરિદ્વારથી ગંગાજળ લાવીને આખા સચિવાલયને ધોવું પડે તેમ છે. સચિવાલયને આ લોકોએ એટલું અપવિત્ર કરી દીધું છે કે, હરિદ્વારથી ગંગાજળ લાવીને પવિત્ર કરવું પડી શકે છે. બનાસકાંઠા પોલીસને માસ્ક બાબતે રૂપિયા ઉઘરાવવાનો પણ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેના કારણે પોલીસ દ્વારા જનતાને લૂંટવામાં આવી હતી. પોલીસ દ્વારા લક્ષ્યાંક પુર્ણ કરવા માટે ગમે તે પ્રકારે મેમો બનાવીને લોકોને લૂંટી લીધા હોવાનું પણ જણાવ્યું હતું. 


ધોરણ 11 ના વર્ગો થશે શરૂ, વિદ્યાર્થીઓ વધે તો શાળાઓને નવા ક્લાસ શરૂ કરવાની પણ મંજૂરી


બનાસકાંઠા પોલીસને પ્રે્શન આપીને ભાજપ સરકાર દ્વારા મનગમતા કારનામાઓ કરાવી રહી છે. ગરીબ કલ્યાણ અન્ન ઉત્સવને ગેની બહેને ફોટા પડાવવા માટેના તાયફા ગણાવ્યા હતા. વાવના ધારાસભ્ય 5 મિનિટના પ્રવચનમાં ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જો કોંગ્રેસની સરકાર બને તો મારે મંત્રી નથી બનવું પણ સચિવાલયના ગેટ પર દંડો લઇને બેસવું છે. ભાજપ સરકારની ઉજવણીના વિરોધમાં આજે સમાંતર કોંગ્રેસના કાર્યક્રમોમાં વાવ ધારાસભ્યનો આક્રોશ સામે આવ્યો છે. ગેની બેને ભાજપના સભ્યોને આતંકવાદી પણ ગણાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube