સુરત : શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ 10 સાક્ષીઓની જુબાની બાકી છે. જો કે અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો હતો. અત્યાર સુધીના તમામ સાક્ષીઓએ ફેનીલને ઓળખી બતાવ્યો છે. આ ઉપરાંત ચપ્પુ જે દુકાનેથી ખરીદાયું હતું તેણે જણાવ્યું કે, આ ચપ્પુ ફેનિલે પ્રોટેક્શ માટે હોવાનું કહીને ખરીદ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોપલ-ઘુમામાંથી પાણીની સમસ્યા થશે દુર, સરકારે 168 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી


પાસોદરનામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુનો ઘા મારી જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. જેની સમગ્ર ગુજરાતમાં ભારે અસર પડી હતી. હત્યારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યાં અનેક લોકો હાજર હોવા છતા કોઇ ગ્રીષ્માને બચાવી શક્યા નહોતા. જો કે પોલીસે આરોપીને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. હાલ તે અંગે ઝડપથી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં આ કેસમાં ગ્રીષ્મા તથા ફેનિલના કોલેજના મિત્રો સહિત કુલ 11 લોકોની જુબાની પણ લેવામાં આવી હતી. 


શું કોંગ્રેસના ડૂબતા જહાજને નરેશ પટેલનો સહારો મળશે? કોંગ્રેસમાં પાટીદાર અગ્રણીને લાવવાની કવાયત તેજ બની


અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની પુર્ણ થઇ ચુકી છે. જો કે આવતીકાલે સોમવારે વદારે 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 190 સાક્ષીઓ આ કેસમાં છે. સરકારના પક્ષે મુખ્ય જિલ્લાઅધિકારી વકીલે સાક્ષીઓની સરતપાસ હાથ ધરી હતી. આ અંગે ગ્રીષ્માના ભાઇ સહિત તેના કાકા અને અન્ય પરિવારના લોકો કે જે સ્થળ પર હાજર હતા તેમની સાક્ષી લેવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube