રાજ્ય સરકારની જાહેરાત બાદ સુરતમાં ખુલશે ટેકસ્ટાઇલ્સ માર્કેટ, જાણો શું કહેવું છે ફોસ્ટા
લોકડાઉન 4ને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર આવતા ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
ચેતન પટેલ, સુરત: લોકડાઉન 4ને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર આવતા ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો:- દુબઇમાં વસતા કચ્છી વ્યક્તિનો વીડિયો વાયરલ, કચ્છના લોકોને કરી આ અપીલ
રાજ્ય સરકારની જાહેરાત બાદ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઇલ્સ ટ્રેડર્સ એસોસિયેશન પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ અંગે કલેક્ટર સાથે વાત કરવામાં આવી હતી. કલેક્ટરના જણાવ્યા અનુસાર હાલ નોટિફિકેશન આવ્યું નથી. કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે કે, ટેકસ્ટાઇલ્સ માર્કેટ રેડ ઝોનમાં આવે છે. આ ઉપરાંત એક સાથે તમામ માર્કેટ ખોલવા ઇચ્છિએ છીએ. ટુકડે ટુકડે માર્કેટ ખોલવા નથી માગતા.
આ પણ વાંચો:- ધમણ-1 મામલે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી
જિલ્લા કલેક્ટર જે દિશાનિર્દેશ આપશે તે પ્રમાણે ફોસ્ટા નિર્ણય લેશે. રિંગ રોડ અને સારોલી વિસ્તારની મળીને કુલ 185 ટેકસ્ટાઇલ્સ માર્કેટ આવેલ છે. કુલ મળીને 65 હજારથી વધુ દુકાનો સુરતના ટેકસ્ટાઇલ્સ માર્કેટ સૌથી વધુ રેડ ઝોન ગણાતા વિસ્તારમાં આવેલા છે. જેથી વેપારીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube