મૌલિક ધામેચા / અમદાવાદ : 12% GST સાથેનું બિલ કોઈ વેપારીઓ બનાવશે નહિ અને આ પ્રકારે ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ સરકારનો વિરોધ કરશે. નવું વર્ષ કાપડ માર્કેટ સાથે સંકડાયેલ વેપારીઓ માટે માઠું સાબિત થઈ શકે છે. કેમ કે કેન્દ્ર સરકારે 2022 થી કપડાં પર 12 ટકા GST લેવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી આગામી સમયમાં કપડાં તો મોંઘા બનશે સાથેજ તેનો બોજો વેપારીઓ પર પણ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વિસ્ફોટનાં પગલે CS દ્વારા લેવાયો મોટો નિર્ણય, ખાસ જાણી લો હવે શું હશે નવા નિયમો


હાલમાં કાપડના વેપારીઓ પાસે 5 ટકા GST લેવાઈ રહ્યો છે પરંતુ કેન્દ્ર સરકારે તે વધારીને હવે 12 ટકા કરતા વેપારીઓ વિરોધ કરવાના મૂડમાં છે. મંગળવારે કાગદાપીઠ ખાતે મળેલી મહાજન મંડળનીં બેઠકમાં એક નિર્ણય લેવાયો જેથી આગામી 29 અને 30 ડિસેમ્બરના રોજ તમામ કપડાં સાથે જોડાયેલ માર્કેટ બંધ રહેશે. મહત્વનું છે આ બંધમાં 50 હજારથી વધુ વેપારીઓ જોડાશે અને અંદાજીત કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડશે. માનવામાં આવી રહ્યું છે કે બે દિવસ ગારમેન્ટ બજાર બંધ રહેતા આખી સાઇકલ બ્રેક થાય જેને પગલે ફરીથી રૂટિન પકડાતા 10 દીવસ જેટલો સમય લાગશે. 


ગુજરાતમાં કાલે 200 કેસ હતા આજે સીધા જ 400 આમ જ ચાલ્યું તો કોઇ નહી બચે...


અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલમાં GST વધારવા મામલે સુરતનાં વેપારીઓ પણ પોતાનો વિરોધ નોંધાવી ચુક્યાં છે. સુરત ટેકસટાઇલ માર્કેટ 30 તારીખ બંધ રાખવા જાહેરાત કરી છે. 1 તારીખ થી 5 ટકાથી વધીને 12 ટકા GST થઈ રહ્યો છે. સુરત ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વેપારીઓ સતત GST ન વધે તે માટે માંગ કરી રહ્યા હતા. અંદરો અંદર વેપારીઓમાં રોષ તો જોવા મળી રહ્યો હતો. કાપડ વેપારીઓ એક દિવસ બંધ માર્કેટ રાખશે તો કરોડોનું નુકશાન થશે. આવનારા દિવસોમાં પણ આંદોલન વધારે ઉગ્ર બનશે તેવું તેમણે જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube