ચેતન પટેલ, સુરતઃ ટેક્સટાઇલ સિટી સુરતમાં વિવિધ પ્રકારના યાર્ન મિક્સ કરી ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી કીડાને મારી તેના રેશમ માંથી સિલ્ક બનતું હતું પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. આ યાર્નમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમી દેશોમાં ખૂબ માંગ છે તે જોતા હવે સુરતના ઉત્પાદકો દ્વારા યાર્ન આયાત કરી ફેબ્રિકસનું ઉત્પાદન શરૂ કરાયું છે. સુરતમાં હિંસારહિત કૃત્રિમ વૃક્ષો દ્વારા ઉત્પન યાર્નનું વપરાશ વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં પ્રથમવાર સુરતના યાર્ન ઉત્પાદકો દ્વારા છેક ઓસ્ટ્રેલિયાથી ત્યાં આયાત કરી વિગન સિલ્ક ફેબ્રિકસના ઉત્પાદનનો આરંભ કરી દેવાયો છે. વિગન લકસ યાર્ન હિંસા રહી હોવા સાથે ઇકો ફ્રેન્ડલી પણ છે. આ યારના બાયોડિગ્રેડેબલ છે. અત્યાર સુધી આ પ્રકારના યાર્ન માટે સુરતના વેપારીઓ જે યાર્ન વપરાશ કરતા હતા તે કીડાને મારી તેના રેશમ માંથી સિલ્ક બનાવવામાં આવતું હતું. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે કૃત્રિમ વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. આ ચારમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમ દેશોમાં ખૂબ માંગ છે. સુરતના વેપારીઓ માની રહ્યા છે કે આ યાર્ન 50 ટકા કરતા પણ સસ્તુ પડે છે. 


આ પણ વાંચોઃ BJP ના નવા કેન્દ્રીય મંત્રીઓ આજથી મેળવશે જનતાના આશીર્વાદ, શરૂ કરશે 'જન આશીર્વાદ યાત્રા'


GBM Fabrics સુરતમાં વર્ષોથી ઇમ્પોર્ટેડ યાર્નના કારોબાર સાથે સંકળાયેલી છે. કંપની ઇમ્પોર્ટેડ બેમ્બર્ગ યાર્ન સહિતના વિવિધ યાર્નનો બિઝનેસ કરે છે. હવે કંપનીઍ હિંસા રહિત ઇમ્પોર્ટેડ ટેન્સેલ લક્સ ફિલામેન્ટ યાર્ન અને ફેબ્રિક્સ સાથે કામ કરી રહી છે. GBM Fabricsના સંચાલક આકાશ મારફતિયાઍ જણાવ્યું કે, ટેન્સેલ ફેબ્રિક્સ દુનિયાભરમાં પ્રસિધ્ધ સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી શકે છે. ટેન્સેલ ફેબ્રિક્સ તેની સસ્ટેનિબિલિટી (ટકાઉપણા) માટે જાણીતું છે. ટેન્સેલ ઍક માનવસર્જિત ફાયબર છે જે મૂળમાં સંપૂર્ણપણે કુદરતી છે, જે લાકડાના પલ્પમાં મળતા કુદરતી સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. ટેન્સેલ ફેબ્રિકસના ઉત્પાદનમાં વપરાતી નીલગિરી ટેન્સેલ ફેબ્રિકસ માટે વપરાતા ફાઇબરને લાયોસેલ કહેવામાં આવે છે.


વિભિન્ન સિલ્ક યાર્ન કીડાને મારીને ઉત્પન્ન રેસમમાંથી થાય છે.જ્યારે આ કેળામાં ટેન્સેલ ફેબ્રિકસ ઍ લાયોસેલ ફેબ્રિકસ તેમજ વિગન ફેબ્રિક્સ તરીકે પણ ઓળખાય છસિલ્કી રેશમ જેવું ટેન્સેલ ફેબ્રિકસ સુપર સોફ્ટ છે અને તેની સુંદર ચમક મનમોહક છે. તે અન્ય ફાયબરની જેમ જે બ્રેથેબલ અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. તે વિવિધ આકર્ષક રંગોમાં આવે છે. તેની વૈભવી અને આકર્ષક ચમક તેની મુખ્ય ગુણવત્તા છે, જે વર્સેટિલિટી આપે છે. અન્ય કુદરતી તંતુઓની જેમ ભેજ શોષક ટેન્સેલ ફેબ્રિકસ ત્વચા માટે અત્યંત નરમ અને સુખદ અનુભવ પ્રદાન કરે છે. ટેન્સેલ અન્ય સેલ્યુલોઝિક્સ અને પોલિઍસ્ટરની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે શક્તિ દર્શાવે છે. 


આ પણ વાંચો- પીડિત પરિવારને સાંત્વન આપવા પહોચેલા હાર્દિક પટેલ ગાજ્યા, કહી આ વાત


પર્યાવરણની દ્રષ્ટિઍ અનુકૂળ આ ઇકો ફેબ્રિકસ કુદરતી શ્વાસ લેવાની ક્ષમતા ધરાવે છે અને કપાસ કરતાં વધારે ભેજ શોષણ કરે છે. તેની ભેજ વ્યવસ્થાપન ક્ષમતાને લીધે ટેન્સલ ઍન્ટી બેક્ટેરિયલ પણ છે. તેની નરમાઈને કારણે તે અન્ય તંતુઓ સાથે સરળતાથી ભળી શકે છે. લાયોસેલનું અન્ય તંતુઓ સાથેનું મિશ્રણ ફિનિશ્ડ ફેબ્રિકસની વ્યાપક શ્રેણીમાં પરિણમે છે. તે મશીન વોશ અને ડ્રાઇ ક્લીન સંદર્ભે અનુકૂળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube