તેજશ મોદી/સુરત :સુરતમાં વિદેશી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સુરતના મગદલ્લા ગામના ભૈયાભાઈ સ્ટ્રીટ પર થાઈલેન્ડની મિમ્મી નામની સ્પા (surat spa) માં કામ કરતી યુવતીની સળગેલી હાલતના મહિલાનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. વદેશી મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા સુરત પોલીસ દોડતી થઈ છે. સમગ્ર કેસમાં યુવતીનું મર્ડર થયું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી


પ્રાપ્ત માહિતી અનુસાર, મગદલ્લા ગામમાં ભૈયાભાઈ સ્ટ્રીટ આવેલી છે. આ સ્ટ્રીટ પરના એક મકાનના બીજા માળે આવેલ એક રૂમમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મકાન નાગીનભાઈ પટેલનું છે, જેમાં થાઈલેન્ડની મીમ્મી નામની યુવતી ભાડેથી રહેતી હતી. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. ગામના લોકોએ દરવાજો તોડીને અંદર જોયું તો યુવતીની સળગેલી લાશ હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસમાં ખૂલ્યું કે, આ મકાનમાં સુરતના સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ ભાડેથી રહે છે. જે યુવતીની લાશ મળી છે તે થાઈલેન્ડની રહેવાસી છે અને સુરતના સ્પામાં કામ કરે છે. 


આ પણ વાંચો : સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત... 


પોલીસ તપાસમાં વધુ માહિતી મળી કે, ગઈકાલે રાત્રે મિમ્મીને તેની બહેનપણી અને અન્ય કોઈ ઘરે છોડી ગયું હતું. જેના બાદ મકાનમાં બહારથી તાળુ મારેલું હતું. જેથી મકાન માલિકને શંકા ગઈ હતી. જોકે, મિમ્મી કેવી રીતે સળગી તે પોલીસ માટે મોટો કોયડો છે. કારણ કે, મિમ્મીની રૂમ પણ સળગી ગયો છે. રૂમના એક સાઈડનો ભાગ સળગીને ખાખ થઈ ગયો છે. આગની જ્વાળાઓ મકાનની બહાર સુધી આવી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ઘરનો એક સાઈડનો ભાગ પણ સળગેલો છે. 


આ પણ વાંચો : અમિત શાહથી લઈને અભય ભારદ્વાજ સુધી ગુજરાતના બે ડઝનથી વધુ નેતા કોરોનાના શિકાર થયા છે 


ત્યારે સમગ્ર કેસમાં મિમ્મીની હત્યા કરવામાં આવી હોય તેવી પોલીસને શંકા જાય છે. હાલ સુરત પોલીસ મકાન માલિક તથા મિમ્મીની બહેનપણીઓને લઈને વધુ પૂછપરછ કરી રહી છે.