ભાજપના ધારાસભ્યો કોંગ્રેસને કહે છે કે `તમે સાચા છો એટલે તમે બોલજો`, કોંગ્રી નેતાએ કર્યો અંદરની વાતની ઘટસ્ફોટ
ગોઝારીયા ખાતે યોજાયેલ ઠાકોર સમાજના કાર્યક્રમમાં કલોલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવેદન પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ નિવેદન કર્યું હતું કે, રાજકીય રીતે ભાજપના નેતાઓને પોતાના અસ્તિત્વનો સવાલ હોય છે.
તેજસ દવે/મહેસાણા: ગોઝારીયામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સ્નેહ મિલનમાં સમાજના આગેવાનો દ્વારા ખાસ કરીને મરણ પ્રસંગ, લગ્ન પ્રસંગ, માનતાઓના ખોટા ખર્ચ બંધ કરવા આહવાન કરાયું હતું.
અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શુ ઘાતક સાબિત થશે આગાહી
ગોઝારીયા ખાતે યોજાયેલ ઠાકોર સમાજના કાર્યક્રમમાં કલોલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવેદન પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ નિવેદન કર્યું હતું કે, રાજકીય રીતે ભાજપના નેતાઓને પોતાના અસ્તિત્વનો સવાલ હોય છે. ભાજપના ધારાસભ્ય એ પોતાને મંત્રી બનવું હોય કે પોતાના સ્વપ્નમાં રૂકાવટ ના થાય અને સરકારની ખામીઓ કે સરકારના અન્યાય સામે ભાજપના ધારાસભ્યો બોલી શકતા નથી. ઠાકોર કોળી વિકાસ નિગમને સરકાર માત્ર 22 કરોડ ફાળવે છે અને બિન અનામત આયોગને 500 કરોડ ફાળવે છે જે અન્યાય છે.
આર્કિટેક્ચર અને ટેક્નોલોજીમાં કેમ અજોડ છે સુરતનું ડાયમંડ બૂર્સ? જાણો જાણી અજાણી વાતો
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના ધારાસભ્યો કોંગ્રેસને કહે છે કે તમે સાચા છો એટલે તમે બોલજો. સરકાર બજેટની ફાળવણી કરે એટલે જેટલી વસ્તી છે એ પ્રમાણે બજેટ ફાળવવું જોઈએ. ભાજપના ધારાસભ્યને ડર હોય કે શરમ આવતી હશે એટલે બોલી શકતા નથી અને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યો ચીઠ્ઠી આપવા વિધાનસભા કેન્ટિન સુધી આવતા હોય છે.
દુનિયાનું સૌથી અજીબોગરીબ કબ્રસ્તાન, જ્યાં વાત કરે છે 'કબરો'! લખેલી છે ડરામણી કહાનીઓ
ગોઝારીયામાં યોજાયેલ ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં આવનારા સમયમાં સમાજ માટે પ્રગતિના પંથે આગળ વધવા હાંકલ કરાઈ છે. સમાજમાં શિક્ષણ વધારવા 700 ગામોમાં પ્રવાસ કરી જાગૃતિ કરાશે. ગામે ગામ સંપર્ક યાત્રા કરી કુરિવાજ અને શિક્ષણ અને સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરાશે. આ કાર્યક્રમ કોંગ્રેસ પ્રેરિત હોય તેવો ઘાટ પણ જોવા મળ્યો હતો.
આ કોર્સ કરશો તો જિંદગી થઈ જશે સેટ! PM મોદીના સૂચનથી આ યુનિ.માં શરૂ થશે સર્ટિફિકેટ કોર્ષ