અમદાવાદ : સમીના વરાણા ખાતે યોજાયું કોંગ્રેસ નું ઠાકોર સંમેલન. કોંગ્રેસના ઠાકોર સંમેલનમાં સમાજના દિગગજ નેતાઓ હાજર રહીને કર્યું શક્તિ પ્રદર્શન કર્યું હતું. 200 જેટલા સેનાના કાર્યકર્તાઓ જોડાઈને કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડુ પાડ્યું  હતું. ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ મેદાને આવી ચુક્યું છે. સમીના વરાણા ખાતે આજે કોંગ્રેસ ના પૂર્વ એમપી જગદીશ ઠાકોર પ્રભારી જીતેન્દ્ર દુગગલ, ઠાકોર નેતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે ઠાકોર સમાજનું સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પક્ષમાંથી દગો કરીને ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ઠાકોર સંમેલનમાં જગદીશ ઠાકેરો પણ અલ્પેશ ઠાકોર પર અને રાજ્યની સરકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્યુની રાજધાની બન્યું જામનગર: વધારે 64 નવા કેસ દાખલ થતા લોકોમાં ફફડાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં દગો કરનાર વ્યક્તિને લોકો ખૂટલ કહીને બોલાવે છે, જેથી અલ્પેશ ઠાકોરને પણ નેતાઓએ ખુટલ ગણાવ્યા હતા. રાધનપુરમાં આજે યોજાયેલ કોંગ્રેસ ના ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શન અને સેનાના 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેના પગલે ચૂંટણી ટાણે જ અલ્પેશનાં ગઢમાં ગાબડું પડ્યું તેમ કહી શકાય. જો કે ચૂંટણીમાં છેલ્લે જીત બુથ મેનેજમેન્ટ ધરાવનાર ભાજપની થાય છે કે પછી કોંગ્રેસ શક્તિપ્રદર્શન કરીને વિજય મેળવશે તે તો પરિણામો જ બતાવશે.


મોબાઇલ કંપનીઓની વેપારીઓ સાથે વ્હાદવલાની નીતિ: જામનગરનાં વેપારીઓનો વિરોધ
ધનાઢ્ય પરિવારનો ચોંકાવનારો કિસ્સો: પતિ યુવતીને મુખમૈથુન માટે પરાણે પાડતો ફરજ અને...
કોંગ્રેસના ઠાકોર સંમ્મેલનમાં તોડફોડ
કોંગ્રેસ દ્વારા સમીના વરાણા ધામમાં યોજવામાં આવેલા ઠાકોર સમ્મેલનમાં ભરતસિંહ સોલંકી, ચંદનજી ઠાકોર ધારાસભ્ય, ગેનીબેન ધારાસભ્ય, બળદેવજી ઠાકોર ધારાસભ્ય, ગુજરાત પ્રભારી જીતેન્દ્ર બઘેલ, તેમજ ઉમેદવાર રઘુભાઈ દેસાઈ રહ્યા હાજર. જો કે સમ્મેલનના રસોડે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રસોડામાં અજાણ્યા શખ્સો ધુસી આવ્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી. 50 જેટલા લોકો અચાનક રસોડામાં ધસી આવ્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી.