આશ્કા જાની/અમદાવાદ: થેલેસેમિયા રોગનું નામ તો આપણે બધાએ સાભળ્યું જ છે અને આપણે એ પણ જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગભીર અને ખર્ચાળ પણ છે. પરતું અમદાવાદની એક સંસ્થા જે છેલ્લા 20 વર્ષથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવન દોરી બની છે અને તે વિના મુલ્યે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારવાર પુરી પાડે છે. જેમાં નાના બાળકોથી લઈને યુવા વર્ગની વયના લોકો સારવાર લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પતો ચાલાવામાં આવે છે. પરંતુ તેની સાથે તે થેલેસેમિયાના દર્દીઓ માટે પણ એક ઉમદા કાર્ય કરી રહી છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા 20 વર્ષથી થેલેસેમિયાના રોગીઓ માટે પણ ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. આ સંસ્થામાં 1000 જેટલા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ વર્ષોથી સારવાર મેળવી રહ્યા છે. જેમાં 2 માસના બાળકથી લઈને 33 વર્ષના યુવક સુધી રેડ ક્રોસમાં થેલેસેમિયાની સારવાર મેળવા માટે આવી રહ્યા છે.


મોરબી: કંડલા બાયપાસ પાસે દિવાલ પડવાથી 8લોકોના ઘટનાસ્થળે મોત


આ ફ્રી સેવાનો લાભ માત્ર અમદાવાદ કે, ગુજરાત પુરતો મર્યાદિત નથી પરતું દેશના વિવિધ રાજ્યોમાંથી દર્દીઓ અહી સારવાર લેવા માટે આવે છે. રેડ ક્રોસ સોસાયટીની પાલડી ખાતેની બ્રાન્ચમાં થેલેસેમિયાગ્રસ્તની સારવાર આપવામાં આવી રહી છે. સંસ્થામાં 1 બ્લડ ટ્રાસપરન્ટ યુનિટ પણ રાખવામાં આવ્યું છે, જેમાં નજીવા દરે બ્લડના ટેસ્ટ કરીને લોકોને આપવામાં આવે છે.


ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા


થેલેસેમિયા બાળકો માટે ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે. દર વર્ષે 1 થી 1.5 કરોડનો ખર્ચો થેલેસેમિયાના બાળકો માટે કરવામાં આવે છે. આ સંસ્થા માત્ર બ્લડ જ નથી આપતી પરંતુ તે સિવાય પેરા મીટર્સ જળવાય અને આર્યન કન્ટેન્ટના વધે તે માટેની પણ સારવાર આપે છે.ઉપરાંત બાળકોને દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ દર્દીને લોહી આપતા પહેલા તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.


આજથી મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં રશિયાના પ્રવાસે


થેલેસેમિયાનો રોગ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે, પરંતુ ખાસ તો સિંધ પ્રદેશ અને કચ્છના આસપાસનાં વિસ્તારોમાં રહેતા લોકોને આ રોગ વધુ થાય છે. ગુજરાતમાં 7થી 8 હજાર લોકોને આ રોગ છે. જ્યારે અમદાવાદમાં 1000 લોકોને આ રોગ છે. વાહનમાં પેટ્રોલની જરૂર પડે છે તેવી જ રીતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને બ્લડની જરૂર પડે છે. કેટલીક વખત બ્લડની અછત સર્જાય છે પરતું થેલેસેમિયાના દર્દીઓ માટે એક આશનું કિરણ સમાન બની ગયેલી અમદાવાદની રેડ ક્રોસ સોસાયટી દ્વારા દર્દીઓને હોસ્પિટલ જેવો અનુભવ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા


બાળકોને પીડિયાટ્રીશનની હાજરીમાં ખાસ સારવાર આપવામાં આવે છે. તેમજ  AC રૂમ તથા દર્દીઓને  મનોરંજન મળી રહે તે રીતે TV રાખવામાં આવ્યું . માહોલને હળવો રાખવા માટે ખાસ રૂમમાં  કલરફુલ પડદા અને બેડની ચાદરો રાખવામાં આવી છે. ઉપરાંત યુવાનો હોય કે બાળક તેને અનુકુળ હોય તેમ સારવાર આપવામાં આવે છે તેમજ નિષ્ણાંત ડોકટરોની હાજરીમાં ઈલાજ કરવામાં આવે છે. દર્દીઓની જરૂરિયાત મુજબ તેમને ફ્રીમાં બ્લડ ચડવામાં આવે છે 


રેડ ક્રોસ સોસાયટી જે કામગીરી કરવામાં આવી રહી છે. તેનાથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીને સતત નવું જીવન મળી રહ્યું છે. માટે જ રેડ કોર્સ સોસાયટીના આ ઉમદા કાર્યનો લાભ વધુ માં વધુ થલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મળે તે માટે તમામ લોકો જો વધુમાં વધુ રક્ત દાન કરે તો રેડ ક્રોસ સોસાયટીના આ કાર્યમાં મદદ કરી થેલેમેસીયાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપી શકાય છે. 


જુઓ LIVE TV :