ભાજપમાં પેટાચૂંટણી માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ, લુણાવાડા-થરાદમાં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી
6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ને લઈને ભાજપ (BJP)માં મનોમંથન તથા આંતરિક વિખવાદ હાલ ચરમસીમા પર છે. ગઈકાલે મોડી રાત સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સ્થાનિક આગેવાનોને પ્રદેશ નેતૃત્વને સ્થાનિક નેતાઓને ટીકિટ આપવા બાબતે રજૂઆત કરી છે. રાધનપુર (Radhanpur), ખેરાલુ (Kheralu), બાયડ(Bayad), લુણાવાડા બેઠક પર સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી. તેમજ રાધનપુર અને બાયડ પર કોંગ્રેસ (Congress) માંથી આવેલા ઉમેદવારોને લઈને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તો બીજી તરફ, લુણાવાડા (Lunawada) અને થરાદ (Tharad) બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની માંગ ઉઠી છે. તો હાલ, થરાદ બેઠક પર શંકર ચૌધરી (Shankar Chaudhary) ની દાવેદારીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વમંત્રી શંકર ચૌધરી માટે કપરા ચઢાણ ગણાઈ રહ્યા છે. તો અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતૃત્વ પર નિર્ણય છોડ્યો છે.
અમદાવાદ :6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ને લઈને ભાજપ (BJP)માં મનોમંથન તથા આંતરિક વિખવાદ હાલ ચરમસીમા પર છે. ગઈકાલે મોડી રાત સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સ્થાનિક આગેવાનોને પ્રદેશ નેતૃત્વને સ્થાનિક નેતાઓને ટીકિટ આપવા બાબતે રજૂઆત કરી છે. રાધનપુર (Radhanpur), ખેરાલુ (Kheralu), બાયડ(Bayad), લુણાવાડા બેઠક પર સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી. તેમજ રાધનપુર અને બાયડ પર કોંગ્રેસ (Congress) માંથી આવેલા ઉમેદવારોને લઈને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તો બીજી તરફ, લુણાવાડા (Lunawada) અને થરાદ (Tharad) બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની માંગ ઉઠી છે. તો હાલ, થરાદ બેઠક પર શંકર ચૌધરી (Shankar Chaudhary) ની દાવેદારીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વમંત્રી શંકર ચૌધરી માટે કપરા ચઢાણ ગણાઈ રહ્યા છે. તો અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતૃત્વ પર નિર્ણય છોડ્યો છે.
રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી
રાજ્યની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. ભાજપમાં થરાદ અને લુણાવાડા બેઠક પર ઉમેદવારોને લઈને રાજકારણ ગરમાયુ છે. લુણાવાડા પેટા ચૂંટણીમાં ભાજપમાં મોખરે ગણાતું નામ જે.પી. પટેલનો સ્થાનિક ભાજપી નેતાઓ દ્વારા વિરોધ દર્શાવાયો છે. જે.પી પટેલ આયાતી ઉમેદવાર હોવાથી સ્થાનિક નેતાઓમાં વિરોધ જોવા મળ્યો છે. તેથી લુણાવાડા બેઠક પર સ્થાનિક ભાજપી નેતાને ટિકીટ આપવા સ્થાનિક ભાજપ નેતાઓની માંગ ઉઠી છે. તો, જિલ્લા ભાજપના પ્રમુખ જયપ્રકાશ પટેલનો સંતરામપુરના હોવાથી આયાતી ઉમેદવાર તરીકેનો વિરોધ ઉભો થયો છે.
અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસે રૂપિયા પડાવવા દમ માર્યો, બે યુવકોને કહ્યું-‘ડ્રગ્સ લો છો’
તો બીજી તરફ, થરાદ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષના લોકો પોતાના મનપસંદ ઉમેદવારને ટિકીટ મળે તેવું ઈચ્છી રહ્યાં છે. જેમાં ભાજપના કેટલાક લોકો શંકરભાઈ ચૌધરીને ટિકીટ મળે તેવી માંગ કરી રહ્યા છે. તો ભાજપના કેટલાક લોકો સ્થાનિક ઉમેદવાર શૈલેષ પટેલને ટિકીટ મળે તેવું ઈચ્છી રહ્યા છે. આમ ઉમેદવારના નામને લઈને સ્થાનિક લેવલે અલગ અલગ મત સામે આવી રહ્યાં છે.
Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ
ઉલ્લેખનીય છે કે, રાધનપુર બેઠક પર ભાજપ અલ્પેશ ઠાકોરને ટીકિટ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ વચ્ચે સાંતલપુરમાં ઠાકોરોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ સ્થાનિક અગ્રણી મગનજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ, ભાજપમાં 6 બેઠકોની પસંદગી માટે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. આયાતી ઉમેદવાર કે સ્થાનિક ઉમેદવારમાંથી કોને ટિકીટ આપવી તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :