અલ્પેશ ઠાકોરના નિવેદન પર ગેનીબેને કહ્યું; `2012-17 ના કામો જોજો અને 2017-22 ના કામો જોઈ લો`
થરાદમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાની સભામાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનથી હિટલર નામનો દારૂ લાવી આ યુવાનોને પીવડાવી બરબાદ કરવાનું કાર્ય કરશે.
અલ્કેશ રાવ/બનાલકાંઠા: વિધાનસભાની ચૂંટણી પૂર્વે દિગ્ગજ નેતાઓઓની આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. હાલ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. આજે થરાદમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાની સભામાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી ઉપર આકરા પ્રહારો કર્યા છે.
ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર કર્યા પ્રહાર
વાવના ધારસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને શંકરભાઈ ચૌધરી ઉપર આડકતરુ નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષોમાં અનેક જગ્યાએ લઠ્ઠાકાંડ થયા. પોલીસે બુટલેગરોને પકડ્યા,કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ગઈ વિધાનસભામાં સમગ્ર ગુજરાતે જોયું કે કન્ટેનર ભરીને રાજસ્થાનથી હિટલર નામનો દારૂ લાવી ધરણીધર જેવા પ્રવિત્રધામમાં એમને વેચાણ કર્યું હતું. ફરીથી આવું તેવો ન કરે અને યુવાનો તેમાં ન ફસાય તે માટે અમે તેમને વિનંતી કરી છે.
ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એ બધાને ખબર છે આઉટ સ્ટેટના અધિકારીઓ અહીં આવીને વહીવટી કરે છે. ડબલ વખત અમને સરકાર બદલવી પડી પ્રધાનમંડલ બદલવું પડ્યું, મુખ્યમંત્રી બદલવા પડ્યા એટલે એમને પોતાને પણ એમના ઉપર ભરોસો નથી એટલે એમને કહેવું પડ્યું, ભાજપના પદાધિકારીઓ કે મંત્રીઓ હોય તે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. આ દારૂ વિશે ખબર પડી કે આ દારૂ એવો દારૂ બનાવવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ પીવે તો 24 કલાક સુધી ઉભો ન થઈ શકે એવો કેમિકલ વાળો દારૂ છે. 10 હજાર લોકો મતદાન કરવા ન જાય, યુવાનોને બરબાદ કરીને ચૂંટણી જીતવાની કૃત્ય આ ભાજપ સિવાય કોઈ ન કરી શકે.
ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર અલ્પેશ ઠાકોર પર કર્યા પ્રહાર
થરાદ પરિવર્તન યાત્રા સંદર્ભે યોજાયેલા સભામા ગેનીબેને નામ લીધા વિના અલ્પેશ ઠાકોરના નિવેદન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હમણાં અમારા ભાઈ ભાભર આવ્યા હતા. અને તેમણે કહ્યું વિરોધ પક્ષના ધારાસભ્ય હોય ત્યાં કામ થતું નથી. બાજુમાં ડીસા, કાંકરેજ જોઈ આવજો ત્યાં કેટલો વિકાસ કર્યો અને વાવમા કેનલો, ગામથી ગામને જોડતા રસ્તાઓ, આરોગ્ય સહીત કામો કર્યા છૅ. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, 2012-17 ના કામો જોજો અને 2017-22 ના કામો જોઈ લો.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ગેનીબેનનું નામ લીધા વિના ગેનીબેન પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષના ધારાસભ્ય સરકાર પોતાની ના હોવાના બહાના કરે છે.
જુઓ આ પણ વીડિયો:-