THASRA Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાસરા વિધાનસભાનું પરિણામઃ


જીલ્લો -ખેડા 
બેઠક- ઠાસરા
પક્ષ- ભાજપ
ઉમેદવાર- યોગેન્દ્રસિંહ પરમાર 
રાઉન્ડ -16
મતથી આગળ-25404


ઠાસરા Gujarat Chunav Result 2022: ઠાસરા વિધાનસભા બેઠક (ખેડા)
ખેડાની ઠાસરા બેઠક પર પીવાના પાણી તથા દુષિત પાણીની સમસ્યાઓને કારણે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીઓને સહન કરવી પડે છે. જૂની મુખ્ય પાણીની ટાંકી તોડી પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રેતી, માટી તેમજ દૂષિત પાણીની સમસ્યા જોવા મળે છે.


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. તો કૉંગ્રેસે કાંતિ પરમારને રિપીટ કર્યાં છે. તો આમ આદમી પાર્ટીએ નટવરસિંહ રાઠોડને ટિકિટ આપી છે. 


2017ની ચૂંટણી
ઠાસરાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ પરમારને 87,567 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રામસિંહ પરમારને 80,539 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર રામસિંહ પરમાર 7,028 મતોથી હાર્યા હતા. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રામસિંહ પરમારને 78,226 મત મળ્યા હતા. તો ભાજપના ઉમેદવાર પ્રતિક્ષા પરમારને 72,726 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રતિક્ષા પરમાર 5,500 મતોથી હાર્યા હતા.