ભુજ : નખત્રાણાની કેશ્વી પટેલે ગાયન ક્ષેત્રે અનોખી ઓળખ બનાવી, 13 વર્ષની ઉંમરે છે 80 ગીતો કંઠસ્થ કરી લીધા છે. ડ્રોઈંગ અને ખેલકુંભમાં પણ અવવલ નમ્બર પણ પ્રાપ્ત કરી ચુકી છે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કેશ્વી પટેલ ગાયન કરી ચુકી છે. કચ્છના નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની 13 વર્ષીય કિશોરીએ અલગ અલગ પાંચ ભાષામાં ગીત ગાઈ અનોખી ઓળખ બનાવી છે. ત્રણ વર્ષની ઉંમરથી ગીત ગાવાની શરૂઆત કરનાર આ બાળ કલાકારને આજે 80 જેટલા ગીતો કંઠસ્થ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસટી બસનો ડ્રાઇવર જ અમદાવાદને પુરો પાડતો હતો દારૂ, પોલીસે સરકારી બસ ચેક કરતા જે સામે આવ્યું...


13 વર્ષની કેશ્વી હર્ષદ પટેલે ત્રણ વર્ષની ઉંમરે શ્યામ તેરી બંસી બજાયે ઘનશ્યામ 'ભજનથી પોતાની ગાયનની શરુઆત કરી હતી અને આજે આઠમા ધોરણ સુધી પાંચ ભાષાઓમાં સુમધુર ગીતો ગાઈને પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. સ્થાનિકે આયોજિત દરેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં તે પોતાની ગાયકી રજૂ કરી લોકોની સરાહના પ્રાપ્ત કરી રહી છે. કેશ્વીએ પારણામાંથી બહાર નીકળીને માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ ગીત ગાવાની શરૂઆત કરી હતી. બાળપણમાં ભરતનાટ્યમનો શોખ હોવાથી તેમાં પણ મહાવરો કર્યો હતો. તેના પિતાનો જન્મ કલકત્તામાં થયો હોવાથી બંગાળી ભાષા ગળથૂથીમાં મળતા આશા ભોંસલેએ જે ગીતને કંઠ આપ્યો છે, તેવા બંગાળી ગીત ખૂબ જ સારી રીતે ગાઇ શકે છે. 


કોળી સમાજના બે દિગ્ગજ નેતા કુંવરજી બાવાળીયા પરસોત્તમ સોલંકી પણ કોંગ્રેસમાં જોડાશે? જુઓ પાક્કી ખબર


કેશ્વીને ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી અને કોરીયન ભાષાના કુલ 80 જેટલા ગીતો કંઠસ્થ છે. આ માટે તેના મમ્મી લક્ષ્મીબેન પોતાની દીકરીને સંગીતના રિયાઝ માટે જરૂરી સાધન સુવિધાઓની સાથે ગાયન મહાવરા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ગાયન ક્ષેત્રની સાથે કેશ્વી સ્કેચ ચિત્ર તેમજ ભરતનાટ્યમનો પણ શોખ ધરાવે છે. ધંધાર્થે ભુવનેશ્વર સ્થાયી હોવાથી પ્રારંભિક શિક્ષણ ધોરણ 1 થી 4નું ભુવનેશ્વર ખાતે મેળવી ધોરણ 4 થી 8 નું શિક્ષણ નખત્રાણા ખાતે મેળવી રહી છે. 2018માં મધર ટેરેસા ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સમગ્ર ભારતમાં ચોથુ સ્થાન અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને કલા ક્ષેત્રે એક ઓલરાઉન્ડરની જેમ પોતાનું પદાર્પણ કર્યું છે. 


આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, 8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવે છે સરકાર


આ વિશે કેશ્વિનો પોતાનો અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીને દરરોજ દોઢ કલાક જેટલો સમય સંગીત મહાવરા માટે ફાળવે છે. આ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ પણ વસાવ્યા છે. તો દીકરો હોય કે દીકરી બન્ને એક સમાન એવું પણ કહ્યું હતું. નખત્રાણા ખાતે અંગ્રેજી માધ્યમમાં શૈક્ષણિક અભ્યાસમાં પણ ઉચ્ચ ગુણાંકન મેળવતી કેશ્વી લતા મંગેશકર, આશા ભોંસલે જેવા દિગ્ગજ કલાકારોને પોતાના આદર્શ માને છે. અને ભવિષ્યમાં ઈન્ડિયન આઈડોલમાં ભાગ લેવાની મહત્વકાંક્ષા ધરાવે છે. માતા લક્ષ્મીબેને જણાવાયું કે , પોતાની દીકરીની મનની ઈચ્છા અને ગાયન શોખને પૂર્ણ કરવા માટે પોતાના થી બનતું તમામ કરી છૂટશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube