ઝી બ્યુરો/સુરત: અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનોના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરુષની ચુંગાલમાંથી મુકત કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે


સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા મહંમદ જુનેદ મુસ્લીમ શેખ પ્લમ્બરીંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની ૧૫ વર્ષિય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી.


પેટ્રોલ-ડીઝલના સસ્તા થવા અંગે આવ્યા મોટા અપડેટ, આટલા રૂપિયા ઘટવાના ગમે ત્યારે ઘટી જશ


બનાવની ગંભીરતા જોઇને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મીનાક્ષીબેન.હે.કો.વેલાભાઈ ભડીયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા. જયાં પોલીસે દરભંગા નજીકના પાલી,ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડયો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા.


DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...


સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પુછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યુ હતુ. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબુલાત કરી હતી. 


'લાપતા લેડીઝ'માં આ ભૂમિકા ભજવવા ઈચ્છતા હતા આમિર ખાન, પણ થયા હતા રિજેક્ટ