કોરોના દર્દીને દાખલ કરવા માટે નક્કી કરાયા 5 માપદંડ, અન્યોને હોમ આઇસોલેટ કરાશે
શહેરના ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઇ ચુક્યા છે. જેથી બેડ નહી હોવાની સતત મળતી ફરિયાદને કારણે 5 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે ક્રાઇટેરિયા મુજબ જ સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 10થી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના દરેક દર્દીને દાખલ કરવાની જરૂર નથી આ ઉપરાંત યુવાનોમાં જો ગંભીર લક્ષણો ન હોય તો તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરી શકાય છે.
અમદાવાદ: શહેરના ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઇ ચુક્યા છે. જેથી બેડ નહી હોવાની સતત મળતી ફરિયાદને કારણે 5 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે ક્રાઇટેરિયા મુજબ જ સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 10થી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના દરેક દર્દીને દાખલ કરવાની જરૂર નથી આ ઉપરાંત યુવાનોમાં જો ગંભીર લક્ષણો ન હોય તો તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરી શકાય છે.
આ ઉપરાંત વયોવૃદ્ધ હોય અને પહેલાથી જ કોઇ રોગ કે બિમારી ધરાવતા હોય તેમને સારવારમાં પ્રાથમિકતા અપાશે. ખા કરીને લીવર, કોઇ અંગોનું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, એચઆઇવી ઇન્ફેક્શન હોય તેવા દર્દીઓને સારવારમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમને તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાો કરવામાં આવશે.
પાંચ માપદંડ નક્કી કરવામાં આવ્યા
1. 60 વર્ષથી ઉપરના કોવિડ દર્દીઓને પ્રાથમિકતા નક્કી
2. છેલ્લા 3 દિવસથી કોવિડ દર્દીનું શરીર તાપમાન 101 ફેરનહિટ કરતા વધારે હોય
3. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 94 ટકા કરતા ઘટી ગયેલું હોય
4. કોરોના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યા હોય
5. ફેફસા સિવાય શરીરના કોઇ અંગમાં તકલીફ થઇ રહી હોય તેવા દર્દીઓ
લક્ષણો ન હોય તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટિન થવાની સલાહ
પાંચ માપદંડો સિવાયનો જો કોઇ કોવિડ દર્દી દાકલ થવા ઇચ્છે તો હોસ્પિટલો ડોક્ટર સ્થિતી અનુસાર નિર્ણય લેશે. આ મુદ્દે હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હવે ખાનગી હોસ્પિટલમાં સીધા દર્દીઓને દાખલ નહી કરવામાં આવે. જે ડોક્ટરના રેફરન્સથી દર્દી આવે છે તેનો ક્રાઇટેરિયા નક્કી કરી અને દાખલ કરવામાં આવશે. જેને કોઇ લક્ષણ નહી હોય કે તાવ નહી આવેલો હોય તેમને હોમ આઇસોલેટ થવા માટેની સલાહ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube