તૃષાર પટેલ/વડોદરા: સોલાપુરના સાત વર્ષીય બાળકે કારગીલ ખાતે યોજાયેલ મેરેથોનને 2.27 કલાકમાં પુરી કર્યા બાદ વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જો કે વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં નિયમ પ્રમાણે આ બાળકને સ્પર્ધક તરીકે ભાગ લેવા દીધો ન હતો. પરંતુ આયોજકો દ્વારા આ બાળકનું સન્માન કરવામાં આવ્યું હતું..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકેલ અને કારગીલની ઇન્ટરનેશનલ મેરેથોન 2.27 કલાકમાં પુરી કરી જુનિયર મિલખાસિંહનું બિરદુ મેળવનાર મહારાષ્ટ્રના સોલાપુર ખાતે રહેતો સાત સાઈશ્વર ગુટુક વડોદરામાં યોજાયેલ મેરેથોનમાં ભાગ લેવા આવી પહોંચ્યો હતો. સાઈશ્વર પાંચ વર્ષનો હતો ત્યારથી તે વિવિધ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેતો હતો. ખૂબ જ નાની ઉંમરે આ બાળકે બહુ મોટી સિદ્ધિઓ હાંસિલ કરી છે.


ટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી


જો કે વડોદરા મેરેથોનના નિયમ મુજબ તેની ઉંમર નાની હોવાને કારણે તે મેરેથોનમાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ એની સિદ્ધિઓ અંગે જ્યારે મેરેથોનના આયોજકોને માહિતી મળી ત્યારે આ સાઈશ્વરને પાંચ કિમિની ફન રન દોડવા માટે મંજૂરી મળી હતી. રસ્તાની બને બાજુએ ઉભેલા શહેરના નાગરિકોમાં આ બાળકએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અગાઉ સાઈશ્વરે 99 જેટલી વિવિધ મેંરેથોનમાં ભાગ લીધો છે અને આજે વડોદરા ખાતે આયોજિત મેરેથોનમાં ભાગ લઈને 100મી મેરેથોનમાં સહભાગી થવાની સંભાવના સાથે તે સોલપુરથી વડોદરા પોતાના પિતા સાથે ગઈકાલે જ આવી ગયો હતો.


તો શું અમદાવાદની ઓળખ ગણાતી AMTSની બસ હવે બંધ થઇ જશે?


સોલપુરના આ ટેણીયાએ અત્યાર સુધીમાં 42 કિમિ ની 7, 10 કિમિ ની 11 , ત્રણ અલ્ટ્રા મેરેથોન અનુક્રમે 78,83,અને 75 કિમિની દોડ પુર્ણ કરી છે. તો વળી પંજાબ અને કારગિલ ખાતેની 21 કિંમીની હિલ મેરેથોનમાં ભાગ લઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અનેક મેરેથોનમાં સેલિબ્રેટી રનર તરીકે તો.બ્રાન્ડ એબેસેડર તરીકે સાઈશ્વર રહી ચુક્યો છે. અત્યાર સુધીમાં 99 જેટલી મેરેથોનમાં ભાગ લીધા બાદ વડોદરા ખાતે 100મી મેરેથોનમાં ભાગ લેવા સોલપુરથી વડોદરા આવ્યો હતો.


LRD પરીક્ષામાં 525 સેન્ટરોમાં જૂની હાજરી શીટનો કરાયો ઉપયોગ, વિકાસ સહાયે કરી કબૂલાત


પંજાબ ખાતેના સાઈશ્વર ના ઉત્તમ પ્રદર્શનને લઈને તેને જુનિયર મિલખાસિંહ નું બિરુદ મળ્યું છે. તો વળી વેસ્ટ બંગાળમાં યોજાયેલ મેરેથોનમાં ભાગ લીધા બાદ તેને બંગાળ ટાઇગરના બિરુદથી નવાજવામાં આવ્યો છે. આગળના સમયમાં મોટા થઈને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને દુનિયાના સૌથી ફાસ્ટ રનર હુસેન બોલ્ટના વિશ્વ રેકોર્ડને તોડવાની ઈચ્છા સાઈશ્વરે વ્યક્ત કરી હતી.