ભાવનગર : ભાવનગરનાં કોરોના પોઝિટિવની સંખ્યા 14 થઇ ચુકી છે. જે પૈકી 2ના મોત નિપજ્યાં છે. ભાવનગરનાં ઘોઘારોડ જકાતનાકા પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેની સારવાર ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે તબીબો દ્વારા સધન સારવાર બાદ વૃદ્ધ સાજા થઇ ગયા હતા અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પગલે ન માત્ર સર ટી હોસ્પિટલ પરંતુ આરોગ્ય વિભાગમાં પણ ખુશીની લહેર દોડી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલેશ્વરનો પોઝિટિવ દર્દી ભાગી ગયો, પૂર્વ મેયર તેના પુત્રના સંપર્કમાં આવતા હડકંપ

જ્યારે આ વૃદ્ધને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે સમગ્ર સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેમને વિદાય આપી હતી. વૃદ્ધે હોસ્પિટલ સ્ટાફનો ખુબ જ આભાર માન્યો હતો. કોઇને અન્યને ચેપ ન લાગે તે માટે વૃદ્ધને આગામી 14 દિવસ સુધી હોમ ક્વોરોન્ટિન રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી. 


CM રૂપાણીએ વડોદરાના સફાઇ કર્મચારી સાથે વાત કરી, કહ્યું તમે દેશની ખુબ મોટી સેવા કરી રહ્યા છો

જો કે ભાવનગરને બચાવવા માટે પોલીસ, આરોગ્ય સહિતનું તમામ તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. જો કે નાગરિકો તંત્ર દ્વારા કરવામાં આવેલી દિવસોની કામગીરી મિનિટોમાં ધુળને ધાણી કરી નાખે છે. આજે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા પર નાણા લેવા માટે ખુબ જ મોટા પ્રમાણમાં લોકોએ લાઇન લગાવી હતી. આ તમામ લોકો મહિલાને વડાપ્રધાન દ્વારા મળેલા 500 રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી હતી. 500 રૂપિયા ઉપાડવાની ઘેલછામાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ ભુલી ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube