અમદાવાદ : આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા કરશે. ગોપાલ ઇટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવાયા છે. ત્યાર બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલની આત્મહત્યાથી ચકચાર

આજે પાર્ટીના નવા સંગઠનનાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આ વખતે તમામ સીયો પર ચૂંટણી લડશે. દિલ્હી મોડલ પર ટિકીટની વહેંચણી કરવામાં આવશે. આ યાદીમાં કોઇ સાંઠગાઠ કે વગદાર નહી પરંતુ લોકસંપર્ક ધરાવતા વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તે સત્યનિષ્ઠ હોય તે ખુબ જ જરૂરી છે. ઇટાલિયાએ કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં જો પાર્ટી જીતશે તો આજ સુધી જે સુવિધાઓથી લોકો વંચિત છે તમામ સુવિધાઓ પુરી કરવાનો પ્રયત્ન કરીશું. 


Gujarat Corona Update: નવા 990 કોરોના દર્દી, 11181 સાજા થયા, 08 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

બીજી તરફ નવા સંગઠનનાં સમર્થનમાં અને પાર્ટીને વરેલા કાર્યકરો દ્વારા ટિકિટો આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યુ હટાવવા માટે અભિયાન ચલાવાયું છે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ રાત્રી કર્ફ્યૂં હટાવવાનો વિરોધ ચાલુ થયો છે. શહેરનાં સુભાષબ્રિજ સર્કલ ખાતે રાત્રી કર્ફ્યૂ હટાવો, ધંધા રોજગાર બચાવોના બેનર પણ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ સ્થળો પર બેનર લગાવી આમ આદમી પાર્ટી હવે અમદાવાદમાંવ વિરોધ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube