અરવલ્લી: મોડાસાના સાયરાની સીમમાંથી યુવતીની શંકાસ્પદ સ્થિતીમાં ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી. આ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. આ યુવતીનું અપહરણ કરનારા ચારેય યુવકો પર હત્યા અને સામુહિક દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર હતા. જો કે મોડી રાત્રે નાટ્યાત્મક રીતે આ સમગ્ર કાંડનાં ચાર આરોપીઓ પૈકીનાં ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA મુદ્દે પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ કાર્યકરોને મિસકોલની જવાબદારી સોંપાઇ !


મોડાસાના અત્યંત ચકચારી કેસમાં ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ત્રણેયે ગ્રામ્ય પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. જ્યારે એક આરોપી સતિષ હજી પણ પોલીસ પકડથી દુર છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યાનાં આરોપીમાં ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે યુવતીનાં અપહરણ માટે વપરાયેલી ગાડી પણ પોલીસે કબ્જે કરી હતી. ફરિયાદીએ આપેલા સીસીટીવીનાં આધારે કાર્યવાહી કરતા પોલીસ દ્વારા કાર જપ્ત કરવામાં આવી હતી. ગ્રામ પોલીસે કાર કબ્જે કર્યાનાં એક કલાકમાં જ આરોપીઓ પણ નાટ્યાત્મક રીતે હાજર થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube