મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરની એક મહિલા તબીબે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. સોસીયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાનો પીછો કરીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ મહિલા તબીબે ફરિયાદમાં કરતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક મહિલા તબીબ સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલા તબીબે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે પાર્થ પટેલ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરતો સોશ્યલ મીડિયા ઉપરાંત ક્લિનિક પર આવીને તેને પરેશાન કરતો હતો. જો કે તેને સમજાવટ બાદ પણ યુવકે મહિલાનો પીછો છોડ્યો નહોતો અને અંતે કંટાળીને મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી ગુનો નોંધાવ્યો. જેને પગલે સેટેલાઇટ પોલીસે હાલ આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી છે.



પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે આરોપી અને મહિલા તબીબ વર્ષ 2019 થી મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જો કે થોડા સમય સુધી બન્નેની મિત્રતા પણ રહી અને બાદમાં મહિલા તબીબે એ તેની યુવક સાથે બોલવાનુ બંધ કરી દેતા આરોપીએ મહિલા ને ફોન પર અને ક્લિનિક પર જઇ મળવા દબાણ કરતો અને પરેશાન કરવાનુ શરૂ કર્યું. 


આમ આરોપી પાર્થ પટેલે એક તરફી પ્રેમમાં મહિલાને પરેશાન કરતો હતો. આરોપી પાર્થ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે અને અગાઉ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીનો નથી રહ્યો પરંતુ પોલીસે છેડતી બાદ મહિલા તબીબ પાસેથી કેટલાક પુરાવા એકત્ર કરી આરોપીની પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube