મૌલિક ધામેચા/અમદાવાદ : જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટ કાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો , એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જો કે ક્રેડિટ કાર્ડ લેતા પહેલા લોકોએ પુરતુ વેરિફિકેશન કરવું પડે તે ખુબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની બહેનને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઇ ગયેલા ભાઇએ વર્ષો પછી કર્યો એવો કાંડ કે...


પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે મિલન ચોકસી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો મિલન ચોકસી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પરંતુ કોરોના કાળમાં નોકરીમાંથી હાથ ગુમાવી બેઠેલા મિલન ચોકસી એ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું. જે ગ્રાહકોને મિલન ક્રેડિટ કાર્ડ વેચાતા હતા તેઓને વપરાશ ન હોવાથી બંધ કરાવવા માટેની જાણ કરતા જ મિલન ને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું. આરોપી મિલન વ્યાસ પૂછપરછમાં સામે આવ્યું કે, પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. તેમનો ઉપયોગ ન હોવાથી એજન્ટ તરીકે બંધ કરાવવા માટે મિલનને ફોન આવતા. 


Ahmedabad: BJP ના ઉમેદવાર વગર પ્રચારે કે વગર મતદાને જીતી ગયા, શું છે કારણ?


જેથી મિલન ગ્રાહક ના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે છે તેવું કહીને મોબાઇલ અને ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો. જેથી તમામ હકીકત અને અપડેટ ની જાણ પોતાને થાય અને આ જ મોડેસ ઓપરેન્ડીથી એક પછી એક પાંચેક ગ્રાહકોને તેને ભોગ બનાવ્યા હતા. આરોપી આ તમામ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરતો. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડ ના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા ત્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે આરોપીને ટેકનીકલ એનાલીસીસ ના આધારિત ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube