પરખ અગ્રવાલ/અંબાજી : આજે રવિવાર છેને આવતી કાલે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ છે. જેને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અંબાજી ઉમટી પડતાં હોય છે. આજે અંબાજી પહોંચેલાં શ્રધ્ધાળુંઓ મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા. જ્યાં એક તરફ વાહન વ્યવહારની અવર-જવન અને બીજી શ્રદ્ધાળુંઓની ભીડ જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકાય, જાણીતા તબીબે જણાવ્યુ આ પાછળનુ કારણ


અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસરની લાઇનો ખાલીને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો છે એટલુજ નહી આજે રવિવારનાં પગલેં હજારોની સંખ્યામાં અંબાજી ખાતે ભીડ ઉમટી પડતી હોય છે, તેવાંમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીનુ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે અંબાજી મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે. મંદિર શોપીંગમાંમાં આવેલી પ્રસાદ પુજાપા સહીતની વિવિધ વેપાર ધંધા વાળી 75 થી 80 જેટલી દુકાનદારોએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે. 


આઈન્સ્ટાઈન કરતા પણ મોટા ભેજાબાજ છે ગુજરાતના આ ગામના ખેડૂતો, મોબાઈલથી ઓપરેટ કરે છે ખેતર


મંદિરમાં કોઇ જ યાત્રીકોને પ્રવેશ ન અપાતા આ દુકાનદારોને પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે. જોકે મંદિર બંધ રહેતાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા તો બંધ કર્યા છે. પણ ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. સાથે અંબાજી મંદિર સંપુર્ણ રીતે બંધ કરવાનાં બદલે મંદિર ટ્રસ્ટે યાત્રીકોનાં 72 કલાક પહેલાનાં આર.ટી.પી.સી.આર રીપોર્ટ તેમજ કોરોનાની રસીનાં બન્ને ડોઝ લીધેલાં હોય તેવા સર્ટીફિકેટ ચકાસીને યાત્રીકોને મંદિરમાં દર્શન કરવાં દેવા પરમિશન આપવી જોઇએ. જેથી કરીને મંદિરની આવકમાં ઘટાડો ન થાય અને વેપારીઓનો રોજગાર પણ ચાલુ રહે.


ગાઠિયાના શોખીન નીકળ્યા ચોર, જતા જતા લાડવા પણ ઉપાડી ગયા, CCTV માં કેદ થઈ નોખી ચોરી


આજે પણ શ્રદ્ધાળુંઓ પગપાળા ચાલી માતાજી નો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજીનાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીનું મુખ્ય મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુજવણમાં મુકાયા છે. હાલ બાધા માનતા કરવાં જતા પદયાત્રીઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે અને તેવા પણ ખાસ કરીને પુનમ ભરનારા સાથે પોષીપુનમે માતાજીનો જન્મદિવસ બનાવવાં અંબાજી પહોંચી રહેલાં યાત્રીકો પણ જણાવી રહ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય વહેલાં લેવો જોઇએ જેથી કરીને દુર દુર થી પગપાળાં નિકળનારા યાત્રીકો અંબાજી જવા માટે નો વહેસર નિર્ણય લઇ શકે.


કોરોના છે કે વાયરલ ઈન્ફેક્શન ખબર જ નથી પડતી, કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલના વાયરા


જોકે રવિવાર અને પુનમ ને લઇ શ્રદ્ધાળુંઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ હોય પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આવા સમય અંબાજી પહોંચતાં યાત્રીકો ને પ્રસાદ મળી રહે તેના માટે નાં કાઉન્ટર પણ શરૂ કરાયાં છે. જ્યારે થી યાત્રીકો પણ પ્રસાદ લેતાં નજરે પડ્યાં હતા.તો વેપાર ઓછો થતા વેપારીઓ દુકાન આગળજ ક્ર્રિકેટ રમી રહ્યા હતા તો ચોક મંદિરના પ્રતિક્રુતી વાલી રંગોળી ભરેલી નજરે પડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube