નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં હથિયાર લઈને ફરવું જાણે સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના મહુવાની બજારમાં જતીન ગુજરીયા નામનો શખ્સ રિવોલ્વર સાથે ફરતો હોવાની પોલીસને  બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જતીન ગુજરીયાને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. પુછપરછ કરતા તેની પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે ૬ જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે જતીન ગુજરીયાની અટકાયત કરી રિવોલ્વર અને કારટીઝ કોની પાસેથી લાવ્યો હતો અને રિવોલ્વર સાથે રાખવાનું કારણ શોધવા જતીન ગુજરીયા ની સઘન પૂછપરછ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube