સ્નેહલ પટેલ/નવસારી: રાજ્યમાં એક તરફ ‘વાયુ’ વાવાઝોડાને કારણે રાજ્ય પર સંકટના વાદળો છવાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ નવાસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. નવસારીના વાંસદા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વધી ગઇ છે. તો બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંસદામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી. મોટી સંખ્યામાં ગરમીથી ત્રાહિમામ થયેલા લોકો વરસાદની મઝા માણતા નજરે ચડ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. ડાંગના અહવામાં ગત રાત્રે ઝરમાર વરસાદ શરૂ થયા બાદ આજે મનમૂકીને મેઘો વરસ્યો હતો. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદની મોઝ માણી હતી. 


‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર



 


ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનું સંકટ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુ નામનું વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે.