અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણી લેજો
The Ashant Dhara law In Viramgam : કલોલ બાદ વિરમગા શહેરમાં અશાંત ધારો લાગુ! વિરમગામમાં મકાન કે પ્રોપર્ટીના લે વેચ માટે કલેક્ટરની લેવી પડશે ફરજિયાત મંજૂરી
Viramgam : શું ગુજરાતના શહેરોમાંથી શાંતિ ગાયબ થઈ રહી છે, શું ગુજરાતમાં અશાંતિ પ્રસરી રહી છે. આવો સવાલ ત્યારે થાય છે જ્યારે રાજ્યના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને વેચાણ કરી શકાશે.
વિરમગામમાં અશાંત ધારો લાગુ
અમદાવાદને અડીને આવેલા કલોલ તાલુકામાં હજી એક મહિના પહેલા જ અશાંત ધારો લાગુ કરવામા આવ્યો હતો. ત્યારે હવે વિરમગામમાં પણ મહેસૂલ વિભાગ દ્વારા અશાંત ધારો લાગુ કરી દેવાયાની સોમવારે જાહેરાત કરાઈ છે.
વિરમગામના 18 વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણ માટે મંજૂરી જરૂરી
વિરમગામમાં અશાંત ધારો લાગુ થવાથી કલેક્ટરની મંજૂરી સિવાય અશાંત ક્ષેત્રમાં બે અલગ અલગ ધર્મ ધરાવતા મિલકત માલિકો પોતાનું મકાન કે દુકાન કે પ્લોટ વેચી કે ખરીદી નહિ શકે. આ માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું કે, વિરમગામ શહેરના ૧૮ ક્ષેત્રોમાં આવેલા રહેલાંક, વાણિજ્ય અને ને ખુલ્લા પ્લોટ સહિતની મિલકતોના ખરીદ વેચાણ ઉપર કલેક્ટરની મંજૂરીને કરજિયાત બનાવી દેવાઈ છે.
તમારા જિલ્લામા આવશે ધોધમાર વરસાદ, અંબાલાલની છે આગાહી
ક્યારે અને કેવી રીતે અમલમાં આવ્યો અશાંત ધારો
1990ના દાયકામાં ગુજરાતમાં ભારે કોમી તોફાનો થયા બાદ, એ સમયે સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરાવ્યો હતો. જેને પગલે અમદાવાદના હૈયાત ઉપરાંત નવા ૭૩ જેટલા વિસ્તારોનો ઉમેરો કરીને તેને અશાંત ધારામાં મુકી દેવાયા છે. હવે આ તમામ વિસ્તારોમાં પ્રોપર્ટીની લે-વેચ પર અંકુશ આવી જશે. જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ મકાન કે અન્ય પ્રોપર્ટીનું વેચાણ થઇ શકશે. અમદાવાદ શહેરમાં કોમી તોફાનોને પગલે એક ગ્રૂપના સ્થળાંતકરને રોકવા અને બીજા ગ્રૂપને એક જ વિસ્તારમાં અટકાવવા માટે સન 1985 થી આ ધારો અમલમાં મૂકાયો હતો.
ગુજરાતમાં ક્યાં ક્યાં અશાંત ધારો લાગુ છે
ઉલ્લેખનીય છે કે, ત્રણેક સપ્તાહ પૂર્વે ગાંધીનગર જિલ્લાના કલોલ રાહેરના 25 વિસ્તારોમાં આ કાયદાના હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર એમ ચારેય મહાનગરોમાં અશાંત ધારો લાગુ છે. તેમજ આણંદ, કપડવંજ, બોરસદ, પેટલાદ, નડીયાદ, પોળકા, મોરબી, પંધુકા, સાવરકુંડલા, ગોધરા, મહેસાણા સહિત અનેક શહેરોમાં આ કાયદો લાગુ કરાયો છે.
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત