સત્યમ હંસોરા/રાજકોટ: પબ્જી ગેમનો ક્રેઝ યુવાઓમાં દિવસેને દિવસે વધી કહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં આ ગેમના રસીકોમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના રાજકોટના પોલીસ કમીશ્વર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જે વ્યક્તિ જાહેરમાં પબ્જી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસ કમીશ્નર મનોજ અગ્રાવલ દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું આગામી 9મી માર્ચથી લાગુ કરી દેવામાં આવશે. અને જો કોઇ વ્યક્તિએ જાહેરમાં ગેમ રમતો ઝડપાશે તો તેના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.


જેલના કેદીએ લોહીથી લથપથ હાલતમાં વાયરલ કર્યો વીડિયો, પોલીસ પર ઉઠ્યા સવાલ



મહત્વુનું છે, કે રાજકોટ શહેર કમીશ્વર દ્વારા સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોલીસ એક્ટની કલમ 37(3) મુજબ સુરક્ષા વ્યસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે PUBG ગેમ તથા MOMO CHALLENGE પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ 9/3-2019 થી 30/04/2019 સુધી લાગુ કરવામાં આવ્યો છે.



pubg ગેમના કારણે દેશમાં મોટા ભાગના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. તથા અમુક કિસ્સાઓમાં બાળકો તથા યુવાનોમાં હિંસક પ્રવૃતિઓની ઘટનામાં પણ વધારો થઇ રહ્યો હોવાથી પોલસ દ્વારા તેમાં કાબુ મેળવવા માટે આ પ્રકાનું પગલુ ભર્યું હોય તેવું પણ રાજકોટ વાસીઓનું માનવું છે.