કચ્છમાં ખેતીના અનોખા અભિયાનની શરૂઆત, કચ્છમાં રણ નહી પણ હરિયાળા જંગલો હશે
વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પૂરી કરવા ભારત- કચ્છના ખેડુતો સક્ષમ હોવાનું કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું. જળસંચય અને પ્રાકૃતિક ખેતી માટે કચ્છના ૩૦૦ ગામડાંઓમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનને લીલી ઝંડી અપાઈ હતી. વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ `ગ્લોબલ કચ્છ`ના `જળ જીંદાબાદ અભિયાન` દ્ધારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ રૂપાલાના વરદ હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.
ભુજ : વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પૂરી કરવા ભારત- કચ્છના ખેડુતો સક્ષમ હોવાનું કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું. જળસંચય અને પ્રાકૃતિક ખેતી માટે કચ્છના ૩૦૦ ગામડાંઓમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનને લીલી ઝંડી અપાઈ હતી. વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ "ગ્લોબલ કચ્છ"ના "જળ જીંદાબાદ અભિયાન" દ્ધારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ રૂપાલાના વરદ હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.
સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં 76 સાક્ષીની જુબાની પુર્ણ, ફેનિલને ફાંસીના માંચડે ચડાવવાની મજબુત કામગીરી
કેન્દ્રીય મંત્રીએ આ તકે વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે 'રણ થી વન' હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિ. નો પણ પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છીઓમાં છે. સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે.
બોપલ-ઘુમામાંથી પાણીની સમસ્યા થશે દુર, સરકારે 168 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી
જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. પ્રધાનમંત્રી હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે. ત્યારે લોકભાગીદારીથી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસને સૌ સાર્થક કરી પ્રજાવિકાસના કામોને વેગ આપશે. 'ગ્લોબલ કચ્છ'ના ચળવળકાર મયંક ગાંધીએ આ તકે કચ્છમાં જળસંચયની કામગીરી બાબતે જણાવ્યું હતું કે. પાણીની અછતને દૂર કરવા સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી સમસ્ત મહાજન અને ગ્લોબલ કચ્છના સંયુક્ત અભિયાન અને ACT ફાઉન્ડેશન દ્વારા ૧૦૪ ગામોનો સર્વ કરીને ખારૂઆ, ભારાપર, કોટડા રોહા, ડેપા, ડોણ, દેવપર, આરીખાણા, અને મહાદેવપુરીમાં જળસંચયના કામો, ખેતીમાં પાણીની માંગમાં ઘટાડો, સેન્દ્રીય કાર્બન વધારવું, ગામદીઠ વૃક્ષો વાવેતર, ગૌચર વિકાસ કામો શરૂ થઈ ચુક્યા છે. ઉપરાંત નરેડી, સણોસરા,શિરવા , વારાપધ્ધર,મોડકુબા અને ભવાનીપરમાં કાર્યો શરૂ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube