ગાંધીનગર : ગુજરાતમાં કાબુમાં આવી ચુકેલો કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કાલે રાજ્યમાં કોરોનાના 24 કેસ આવ્યા હતા જે આચે અચાનક વધીને 34 થઇ ચુક્યા છે. જે ગુજરાતીઓ માટે એલાર્મિંગ સ્થિતિ કહી શકાય છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.73 ટકાએ પહોંચ્યો છે. આજે 53 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી 8,14,162 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ સરકાર કોરોનાના મોરચે પણ સતત લડી રહી છે. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,08,576 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodadara: આખરે મેયર ઝૂક્યા, 46 પ્લોટ પરત લેવાનો કર્યો નિર્ણય


જો કોરોના દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 370 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 365 દર્દીઓ સ્ટેબલ છે. 8,14,162 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 દર્દીઓનાં અત્યાર સુધીમાં મોત નિપજી ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. જે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય.


ગુજરાતમાં ખુલશે શાળાઓ? આ રહ્યા સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું પાકુ પરિણામ પણ આ દિવસથી મળશે


તો બીજી તરફ સરકાર કોરોનાના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈતી 334 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18833 વર્કર્સને રસીનો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 89326 લોકોને રસીનો 123716 લોકોની રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 267297 લોકોને રસીનો પ્રથમ અને 9070 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજનાં દિવસમાં કુલ 5,08,576 લોકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં 3,06,55,572 નું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube