ઝી ન્યૂઝ/ગાંધીનગર: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 10મી માર્ચ, 2023 ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે છે સૌથી મોટું જોખમ! આ તારીખો નોંધી લેજો, આગામી ત્રણ કલાક સૌથી ભારે


કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2,500 કિ.ગ્રા. એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5,550,  ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે.


અંબાજીમાં મેઘો ત્રાટક્યો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!


અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ. 6600 પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. 5335 પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. 5450 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે 1,00,196, ચણા માટે 3,88,000 અને રાયડા માટે 1,25,300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરવામાં આવી છે.