ગાંધીનગર : કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ હતી. (CS MEETING ON CORONA). દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કોરોના ટેસ્ટિંગ- કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ (Covid) પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ રથ શરૂ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કાલે 200 કેસ હતા આજે સીધા જ 400 આમ જ ચાલ્યું તો કોઇ નહી બચે...


માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ કર્યો છે. રસીકરણને વિશેષ અગત્યતા આપીને બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ અને જિલ્લાના કલેકટર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવએ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


ડોક્ટર્સની અન્ન લેવા માટે અપીલ, મહેશ સવાણી પોતાની વાત પર અડગ, કાર્યકર્તા-તંત્ર સમગ્ર મુદ્દે ગુંચવાયું


મુખ્ય સચિવે મહાનગરોમાં કલેકટરઓ અને મ્યુનિસિપલ કમિશનરઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝીટ અંગે સૂચના આપી હતી. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા અને દિવસભર સતત પોલીસ વિઝીટ કરાવવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહિ, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવએ વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.


GUJARAT માં ઓમિક્રોને લીધો એકનો જીવ? નડીયાદનાં 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube