ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; જાણો શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
2024 ની લોકસભાની ચૂંટણી ના માહોલ વચ્ચે વચ્ચે કુલ 25 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી ચાલતું હતું. જેમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર માંથી હથિયારો સાથે હથિયાર ના સૌદાગરો ની ધરપકડ કરવામાં આવી છે
ઉદય રંજન/અમદાવાદ: લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે મધ્યપ્રદેશથી ગુજરાતમાં હથિયારોની હેરાફેરીનું કૌભાંડ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું છે. જી હા, 25 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 90 કારતૂસ સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!
ગુજરાતમાં હથિયાર ની હેરાફેરી કરનાર ની ગુજરાત ATSએ ઝડપી પડયા છે. ગુજરાત એટીએસની ગિરફ્તમાં અને હથિયાર સાથે ઉભેલા આ શખ્સોના નામ શિવમ ડામોર , પ્રવીણ શ્રીવાસ , સંજય મેર , રાજુ સરવૈયા, વિપુલ સાનિયા, મનોજ ચૌહાણ છે. જેમાં મુખ્ય આરોપી શિવમ ડામોર છે. જે મૂળ મધ્યપ્રદેશનો છે અને ગુજરાત થી મધ્યપ્રદેશમાં ખાનગી બસમાં નોકરી કરે છે. શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ
2024 ની લોકસભાની ચૂંટણી ના માહોલ વચ્ચે વચ્ચે કુલ 25 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી ચાલતું હતું. જેમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાંથી હથિયારો સાથે હથિયાર ના સૌદાગરો ની ધરપકડ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી માં ગુજરાત ats સતર્ક બની હતી જેમાં હથિયારનો મોટો જથ્થો પોલીસ ને હાથે લાગ્યો છે.
Election 2024: વાઘાણીએ કોને ગણાવ્યા બબૂચક, ભાજપના નેતાઓએ બફાટમાં PHD કરી લીધી
ATS ને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશના જાંબુઆ નો શિવમ ડામોર નામ નો શખ્સ ગેરકાયદેસર ઓટોમેટિક પિસ્તોલ તથા કારતૂસો નો જથ્થો લઈ ચોટીલાના મનોજ ચૌહાણ ને ડિલિવરી કરવાનો છે આ બાતમીના આધારે ATS ની ટીમે શિવમ ઉર્ફે શિવા ઇન્દ્રસિંહ ડામોર ની પાસેથી પિસ્ટલ નંગ-05 તથા પિસ્ટલ ના કારતૂસ નંગ-20 કબ્જે કર્યા હતા.
મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની
મુખ્ય આરોપી શિવમ ડામોર ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી નામે શિવમ ડામોર જાન્યુઆરી માસ માં અલગ અલગ ટ્રાવેલ્સ થી બસમાં મધ્ય પ્રદેશ થી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે અવર જવર કરે છે જે દરમ્યાન તે થેલામાં છુપાવીને પેસેન્જરના સમાન સાથે ઠોલા મૂકીને પિસ્ટલ મધ્યપ્રદેશથી લાવી ગુજરાતમાં વેચતો હતો. શિવમ ડામોર 30 હજારમાં લાવીને 5થી 10 હાજરનું કમિશન રાખીને પ્રવીણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા, મનોજ ચૌહાણને આપતા હતા. ત્યાર બાદ આ તમામ આરોપીઓ 50થી 60 હાજરમાં અન્ય ગ્રાહકને વેચી દેતા હતા.
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ કાઢશે ભૂક્કા!
હથિયાર સાથે આરોપીઓ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરથી ઝડપવામાં આવ્યા છે. હાલ ઝડપાયેલા તમામ 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, મુખ્ય આરોપી શિવમ પાસેથી એટીએસને છેલ્લા ત્રણ મહિનાની વૉટ્સઍપ ચેટ હિસ્ટ્રી મળી આવી છે. વધુ માહિતી માટેથી આરોપીના ફોનની તપાસ ચાલી રહી છે ત્યારે પ્રાથમિક જાણવા મળ્યું છે કે શિવમ એમપીમાંથી અન્ય ત્રણ ચીખલીગર લોકો પાસેથી આ હથિયાર મેળવતો હતો.
Rajyog 2024: મે મહિનામાં વૃષભ રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, 3 રાશિના લોકો થશે માલામાલ
શિવમ ડામોર સાથે વાત કરવા માટે ચીખલીગર ગેંગ ના લોકો માત્ર વરચુયલ અથવા તો વૉટ્સઍપ કોલ જ ઉપયોગમાં લેતા હતા ગુજરાત એટીએસ ને શંકા છે આ અગાઉ પણ મોટો હથિયાર નો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો છે ત્યારે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.