હાર્દિક દીક્ષિત/ વડોદરા: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર (રેરા) દ્વારા રજીસ્ટ્રેશન નિયમોના ભંગ બદલ મુંબઇના બિલ્ડર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને અત્યાર સુધીનો સૌથી વધારે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો દંડ ફટકારાયો છે. આ અંગે રિયલ એસ્ટેટ લોબીનું માનવું છે કે આ દંડ ખુબ જ મોટો અને કઠોર છે. જો કે ગ્રાહકો સંદર્ભે ઘણે સારો છે. જેનાથી બિલ્ડર્સ નોંધાયેલા ન હોય તેવા પ્રોજેક્ટનું વેચાણ કરતા અટકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં સાવજની ડણક, લોકોનાં કુતૂહલને કારણે સિંહના હુમલાની ઘટના વધી

મુંબઇના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ દ્વારા વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક નામના બાંધકામના પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશનમાટે 31 જુલાઇ 2017ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. જો કે 6 સપ્ટેમ્બર, 2018ના રોજ અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ તેઓએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી નહોતી. પ્રમોટરે રેરા પ્રોજેક્ટ એપ્લિકેશન ફોર્મમાં પ્રોજેક્ટ સ્ટેટસ તરીકે ઓન ગોઇંગ દર્શાવીને અરજી કરી હતી. જેમાં કુલ 16 પ્લોટ દર્શાવ્યા હતા. પ્રોજેક્ટની કિંમત 174 કરોડ ગણાવી હતી.


GUJARAT CORONA UPDATE: નવા 780 કોરોના દર્દી, 916 સાજા થયા, 04 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

રેરા કાયદાની કમલ (3) 1ની જોગવાઇ અનુસાર રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના તેના પ્રોજેક્ટનું વેચાણ, માર્કેટિંગ, જાહેરખબર અને બુકિંગ શરૂ કરી શકાતું નથી. તેમ છતા રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના 1 મે, 2017 પછી કલમ (3) 1 નો ભંગ કરીને ફ્લેટ એપાર્ટમેન્ટનાં વેચાણ કર્યું હતું. જેથી ઓથોરિટી દ્વારા સુઓમોટો દાખલ કરીને પ્રમોટર પોતે ઓથોરિટી સમક્ષ હાજર રહીને રેરા કાયદાની જોગવાઇના ભંગ બદલ તેમને શા માટે દંડ કરવો તે બાબતે ખુલાસો રજૂ કરવા માટે જણાવાયું હતું. 25 નવેમ્બર, 2020 ના રોજ રેરા ઓથોરીટી સમક્ષ પ્રમોટર ઓનલાઇન વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહેવા ઇ-મેઇલથી જાણ કરાઇ હતી.


અતિસંપન્ન પરિવારની દીકરીએ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત, સમાચાર મળતા આખો પરિવાર બેભાન

સુનવણીમાં પ્રમોટરના અધિકૃત પ્રતિનિધિ રેરા ઉપસ્થિત રહ્યા. 2 ડિસેમ્બરે ઓથોરિટી સમક્ષ જવાબ રજુ કરીને જણાવ્યું કે, પ્રોજેક્ટ કુલ 31 પ્લોટ ધરાવતો હતો. પ્રત્યેક પ્લોટનો ઉપયોગ કોમર્શિયલ, રેસિડેન્સિયલ, હોસ્પિટલ બનાવવા કરાયો હતો. રેરા રજીસ્ટ્રેશન મેળાયું હતું. જેમાં એલોટ ઇન્ડસ્ટ્રી યુઝર્સછે અને મહારેરા ઓથોરિટીનાં એક જજમેન્ટ અનુસાર ઇન્ડલ્સ્ટ્રીયલ શેડ- યુનિટને રેરા કાયદો લાગુ પડતો નથી.


વેપારીએ 5 કરોડનાં સોનાના દાગીના લઇને લીધા, IPS અધિકારી મધ્યસ્થી કરી કરોડો ઓછા લેવા ધમકી આપી

રેરા દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ન થયેલા હોવાનું જણાવાયું હતું. રેરા એક્ટની કલમ 3ની જોગવાઇ અનુસાર આ પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ હોય અને બીયુ પરમીશન એક્ટનાં સમય પહેલા મેળવેલું ન હોય તેવા પ્રોજેક્ટનું ગુજરેરા ઓથોરિટી સમક્ષ રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ વેચાણ કે બુકિંગ થઇ શકે છે. જો કે આ પ્રોજેક્ટમાં 16 યુનિટનું વેચાણ રજીસ્ટ્રેશન મેળવ્યા વગર કરીને કાયદાની કલમ 3નો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. જેથી વિન્ડવોર્ડ બિઝનેસ પાર્કના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને ઇરાદાપુર્વક કાયદાની જોગવાઇના ભંગ બદલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે 30 દિવસમાં ભરવાનો રહેશે. પ્રોજેક્ટની કિંમત 174 કરોડ રૂપિયા હોવાનું કહેવાયું છે. જેથી રેરાની જોગવાઇ અનુસાર 10 ટકા દંડ લેખે 59(2) અનુસાર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube