પ્રેમિકાના પગમાં બ્લેડ મારી બાંધતો સંબંધ, કહેતો મને લોહિયાળ SEX કરવાની આદત છે
શહેરનાં એક વિધર્મી યુવક દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીને અવાર નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જેના કારણે યુવતી ગર્ભવતી થઇ હતી.
વડોદરા : શહેરનાં એક વિધર્મી યુવક દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીને અવાર નવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જેના કારણે યુવતી ગર્ભવતી થઇ હતી. જો કે યુવકે જેમ તેમ કરીને તેને ગર્ભપાત કરાવ્યો હતો. સગાઇ બાદ નિકાહ કરવાની ના પાડીને યુવતીના અંગત વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે યુવતી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
અમદાવાદ: સફાઇ કર્મચારી આંદોલન સમેટાયું, ચૂંટણી બાદ 4 મુદ્દાઓનો ઉકેલ લાવવાની બાંહેધરી
વડોદરાના માંજલપુરમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2018 દરમિયાન હું એખ્ટિવા લઇને મ્યુઝિક ક્લાસ જતી. ત્યારે ઇરફાન અકબર શેખ (રહે. મહેબુબપુરા, ઇમામવાડા, વડોદરા) નામનો વ્યક્તિ પીછો કરતો હતો ત્યાર બાદ ઇરફાને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તે યુવતીને ગાર્ડનમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. નિકાહનું વચન આપ્યું હતું. 2019 દરમિયાન પરિવાર ઘરે હાજર નહોતો તે સમયે ઇરફાન આવ્યો અને મરજી વિરુદ્ધ જબરજસ્તીથી સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ફરવા જવાના બહાને ડભોઇ ખાતેના કુંઢેલા ગામ નજીકના ફાર્મ હાઉસમાં લઇ જઇને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પૃથ્વી પરનાં દેવ લોહીલુહાણ: પુત્રએ માતાને છાતીથી લઇને પેટ સુધી એટલા કાચના ટુકડા માર્યા કે...
આ ઉપરાંત જુલાઇ 2019 ના રોજ માંજલપુર અલવાનાકા મેઇન રોડ પ ર બોલાવી શારીરિક સંબંધો બાંધવા મજબુર કરી હતી. યુવતીએ પ્રતિકાર કરતા યુવતીના પગ પર બ્લેડ મારી હતી. જેથી તત્કાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ગઇ હતી. સારવાર કરાવી ઇરફાન ફરી ફાર્મ હાઉસ લઇ ગયો અને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કોઇને કહેશે તો પોતે આત્મહત્યા કરશે તેવી ધમકી પણ આપી હતી. શારીરિક સંબંધોનાં મોબાઇલમાં વીડિયો પણ ઉતાર્યા હતા. ઇરફાન સંબંધો બાંધતા પહેલા કેફી દ્રવ્યોનું સેવન પણ કરતો હતો.
રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક પર
ફરિયાદમાં યુવતીએ કહ્યું કે, મને ગર્ભ રહી જતા વિવિધ ગોળીઓ ખવડાવીને મને ગર્ભપાત કરાવ્યો હતો. દરમિયાન પરિવારની સંમતીથી યુવતીની ઇરફાન સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ લગ્નની લાલચે યુવતી સાથે વારંવાર આ કૃત્ય આચરતો રહ્યો હતો. જો કે ત્યાર બાદ ઇરફાને એક દિવસ કહ્યું કે, મને જુદી જુદી યુવતીઓને ફસાવીને શારીરિક સંબંધો બાંધવાની આદત છે. જો તું પોલીસ ફરિયાદ કરીશ તો વીડિયો શુટિંગ વાયરલ કરીને બદનામ કરીશ. જો તમે ફરી નિકાહ માટે મારા ઘરે આવશો તો જાનથી મારી નાખશી તેવી ધમકી પણ ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube