દ્વારકા : દરિયામાં 7 જેટલા ગીર સોમનાથના માછીમારો  લાપતા થયા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માછીમારોના ગામમાં શોકનું મોજું છવાયું છે. દ્વારકાના સમુદ્રમાં આખેઆખી બોટે જલ સમાધિ લીધી છે. જેમાં ગીર સોમનાથ અલગ અલગ ગામના 7 જેટલા માછીમારો લાપતા થયા છે. આ તમામ માછીમારોની મધ દરિયે શોધખોળ હાથ ધરાઇ છે, પરંતુ હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી. કોડીનારથી 6 કિલોમીટર દૂર દામલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહીંના એક બે નહિ પરંતુ ત્રણ યુવાનો સમુદ્રમાં ગુમ થયા છે. સમુદ્રની વચ્ચે મોઇન નામની બોટ 7 જેટલા માછીમારોને લઇ દરિયો ખેડવા ગઇ હતી. પરંતુ આ બોટ મધદરિયે જતા પાણીમાં ગરકાવ થઈ અને તેમાં રહેલા 7 જેટલા માછીમારો સમુદ્રમાં ડુબી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC કમિશ્નરઅને કોર્પોરેટર વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો !


વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ


આ માછીમારોમાં કોડીનારના વેલન ગામના સોલંકો ભૌતિક ગોવિદ અને વંશ જેશા રૂડા તેમજ દામલી ગામના અરવિંદ ભગવાન ચુડાસમા, સોલંકી કચરા વશરામ અને સોલંકી દિનેશ બાબુ તેંમજ એક ઉનાના દેલવાડા ગામના મકવાણા જેન્તી પાચા નામનો માછીમાર મળી કુલ 7 માછીમાર લાપતા બન્યા છે. લાપતા બનેલા માછીમારોના પરિજનોમાં ભારે ગમગીની છવાઇ છે. 


અમરેલીનાં ખેડૂતોને દિવસે અપાશે વિજળી, રાની પશુઓની રંઝાડથી મળશે મુક્તિ


 


માછીમારો લાપતા બનતા દામલી ગામ શુમસામ બન્યું છે. તો બીજી તરફ ગામના સરપંચ નો આરોપ છે કે બોટ ને મોટા જહાજે ટક્કર મારી હતી. ભવિષ્ય મા નિર્દોષ માછીમારો ભોગ ન બને તે માટે મોટા જહાજો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. એટલુંજ નહિ જહાજો ના આવવા જવાના રસ્તાઓ પણ નક્કી કરવામાં આવે. તેમજ ફીશરીઝ અધીકારી ના જણાવ્યા મુજબ આ લાપતા થયેલ માછીમારો ને સરકારી ધારાધોરણ મુજબ યોગ્ય વળતર ચુકવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube