મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં શહેરમાં શ્રેયસ ક્રોસિંગ બ્રિજ પાસે આવેલા આકાશ-અમન પાર્ટી પ્લોટ નજીક યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી કરતા શરૂઆતમાં મહિલાની કોઈ ઓળખ થઇ નહિ. બાદમાં પોલીસે તપાસ કરતા આસપાસના લોકો પાસેથી માહિતી મળી કે મહિલાનું નામ હીનાબેન મારવાડી છે. 28 વર્ષની ઉંમરની આ મહિલાની બોથડ પદાર્થ માથામાં મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમ સબંધમાં કરાઇ મહિલાની હત્યા 
હીના મારવાડીના 3 વર્ષ પહેલા સંજય મરાઠી સાથે પ્રેમ લગ્ન થયા હતા. તેમનું દોઢ વર્ષનું બાળક પણ છે. મહિલાએ પ્રેમ લગ્ન કરતા તેના માતા પિતાએ દીકરી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ દરમિયાન હીના ભુદપુરા ખાતે તેના માસી સાથે રહેવા લાગી અને ત્યાં જ રહેતા મહેકા ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો રોજેરોજ હીના અને મહેકો આકાશ અમન પાર્ટી પ્લોટ પાસે રેલવેના ટ્રેક પર બેસવા આવતા હતા. અને શુક્રવારે રાત્રે પણ બંને ઘરેથી અહીં આવવા નિકળ્યા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને હીનાની મહેકાએ હત્યા કરી દીધી હતી.


વધુ વાંચો...અમદાવાદઃ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમીકાના પતિની કરી હત્યા


અમદાવાદમાં હત્યાઓના પ્રમાણ વધ્યું 
અગાઉ પણ પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે શનિવારે વહેલી સવારે શહેરના પાલડી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવતીની લાશ મળી આવી છે. અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે ત્રીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર, શાહીબાગ અને હવે વાસણા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક સંબંધોએ ફરીવાર એક બાળકને અનાથ બનાવી દીધો છે. વસ્ત્રાપુરમાં પણ આડા સંબંધને કારણે એક યુવકની હત્યા થઈ હતી અને હવે વાસણમાં અનૈતિક સંબંધોને કારણે એક યુવતીનો ભોગ લેવાયો છે. પ્રેમીએ જ પ્રેમીકાની હત્યા કરી હોવાની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ શરૂ કરી છે.