બુરહાન પઠાણ/આણંદ : જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં સૈયદપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં આજે સવારે હત્યા કરાયેલી અજાણી યુવતીની લાશ મળી આવતા ભાલેજ પોલીસે ધટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસમાં નજીકમાં ખેતરમાંથી એક ઈકો કાર મળી આવી હતી. અનુમાન અનુસાર યુવતીની હત્યા કર્યા બાદ હત્યારો યુવતીની લાશનો નિકાલ કરવા કાર લઈને આવ્યો હોવાની શક્યતા છે. કારને કેનાલમાં ફેંકીને ભાગવા જતા કાર ખેતરમાં ફસાઈ જતા અને ગાડી નહી નિકળી શકવાના કારણે હત્યારો કાર મુકીને ફરાર થઈ ગયો હોવાનું પોલીસનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : જિલ્લા કલેકટરે 17 પાકિસ્તાની નાગરિકોને નાગરિકત્વ આપ્યું, શરણાર્થીઓ ભાવુક


સૈયદપુરા ગામ પાસેથી આ સવારનાં છ વાગ્યાનાં સુમારે કેનાલનાં પાણીમાં 35 વર્ષનાં આસરાની યુવતીની મૃતદેહ ઉંધી તરી રહી હતી. જેથી આ ધટનાને લઈને લોકોનાં ટોળે ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા. નજીકમાં ખેતરમાં ફસાયેલી એક કાર પણ મળી આવી હતી. ધટનાની જાણ થતા ભાલેજ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહને બહાર કાઢી તેણીની ઓળખ માટે તપાસ કરતા આ અજાણી યુવતી વડોદરા રહેતી હોવાનું તેમજ પરપ્રાંતિય હોવાનું પ્રથમ તબક્કે જાણવા મળેલ છે.


મુખ્યમંત્રીએ જામનગરમાં દિગ્ગજ કોંગ્રેસી નેતાને કીધું, આવી જાવને અમારી સાથે અને...


પોલીસે કારનાં નંબરનાં આધારે તપાસ કરતા કાર ખેડા જિલ્લાનાં નરસંડા ગામનાં પિનાકીન પટેલ નામનાં શખ્સની હોવાનું ખુલતા પોલીસે પિનાકીન પટેલને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. ઈન્ચાર્જ ડીવાયએસપી દિપક ભાટીયાએ જણાવ્યું કે, પોલીસની જુદી જુદી ટીમો દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે,અને ગણતરીનાં કલાકોમાં મૃતક યુવતીની સંપૂર્ણ ઓળખ થઈ જશે.  હત્યાનાં ભેદ પરથી પરદો ઉઠી જશે. અજાણ્યો હત્યારો યુવતીની હત્યા કર્યા બાદ યુવતીનાં મૃતદેહને કેનાલમાં ફેંકી પુરાવાનો નાશ કરવા માટે આવ્યો હશે. કેનાલમાં મૃતદેહને ફેંકીને પરત જતી વખતે કાર ખેતરમાં ઉતરીને ફસાઈ ગઈ હશે અને જે કાર બહાર નહી નિકળી શકતા હત્યારો કાર મુકીને ફરાર થઈ ગયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે,હાલમાં તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube