Gujarat Monsoon 2023: ચોમાસુ શરૂ થતા જ નવસારીના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકાના વાટી ગામના અંબિકા બે કાંઠે વહેતા વાંસદાથી સંપર્ક વિહોણા થાય છે. વાટીના ગ્રામજનોએ નોકરી, ધંધાર્થે તેમજ મહત્વના કામો માટે ડાંગ જિલ્લામાંથી 27 કિમી લાંબો ચકરાવો ખાવો પડે છે. ત્યારે વર્ષોથી પુલની માંગ કરી રહેલા વાટીના લોકો આજે પણ અંબિકા નદી પર પુલ બને એની સરકાર પાસે આશ લગાવીને બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી


નવસારી જિલ્લાના આદિવાસી પંથકના ઘણા ગામો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. જેમાં સરહદી વિસ્તારના ગામોમાંનુ એક વાટી ગામ અંબિકા નદીને કિનારે વસેલું છે. કાળાઆંબા ગામથી વાટી જવા વચ્ચે અંબિકા નદી પડે છે. ચોમાસા સિવાયના 6 મહિના ગામ લોકો લોકફાળો ઉઘરાવી અવર જવરના કાચો રસ્તો બનાવે છે. પણ ચોમાસુ આવતા જ અંબિકા નદી જીવંત થતાની સાથે જ ગામ લોકોની મુશ્કેલી વધી જાય છે. કારણ કાચો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. 


દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં મેઘો મૂશળધારઃ સૌથી વધુ ખેરગામમાં 30 કલાકમાં 14 ઇંચ વરસાદ


ગત 6 દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થતાં વાટી ગામ વાંસદાથી સંપર્ક વિહોણું થયુ છે. જેથી ગામના લોકોએ ડાંગના વઘઈથી વાંસદા 27 કિમી લાંબો ચકરાવો મારવા પડી રહ્યો છે. ચોમાસમાં ચાર મહિના ગામના લોકોએ અનાજ, બેંક સહિત નોકરી, ધંધાર્થે કે અન્ય કામો માટે હાલાકી વેઠવી પડી છે. 


પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ, લબરમૂછિયાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી


વાટીથી કાળાઆંબામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં સસ્તું અનાજ લેવા જવા ફકત નદી જ પાર કરવાની હોય છે. પણ પુલ ન હોવાથી ગ્રામજનોએ 27 કિમી લાંબો ચકરાવો ખાઈ અનાજ લેવા જવું સોના કરતાં ઘડામણ મોંઘી જોવો ઘાટ થાય છે. ત્યારે 25 - 30 વર્ષોથી પુલની માંગ કરતા વાટી ગામના લોકોને આજ સુધી પૂલ મળ્યો નથી. જેથી પોતાની સમસ્યાનું સમાધાન ગામ લોકો જાત ખર્ચે કાચો રસ્તો બનાવી કરે છે. 


ગુજરાતમાં આ જગ્યાએ ખુલ્લેઆમ વેચાય છે ડ્રગ્સ, સરકારના પૂર્વમંત્રીના ઘટસ્ફોટથી ખળભળાટ


અંબિકા નદી પર પુલ નહી બનતા ગત વિધાનસભા ચુંટણીમાં વાટીના લોકોએ ચુંટણી બહિષ્કાર કર્યો હતો. તેમ છતાં આજ દિન સુધી પુલ માટે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે અંબિકા નદીમાં પાણીની આવક વધતા વાટી સંપર્ક વિહોણું થયુ છે. સાથે જ ડાંગ અને તાપી જિલ્લાના હજારો લોકો રોજના આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે તેમણે પણ લાંબો ચકરાવો પડી રહ્યો છે. આજે પણ ગામના લોકો પુલની આશા સેવીને બેઠા છે કે, સરકાર ક્યારે વાટી - કાળાઆંબા વચ્ચે અંબિકા નદી પર પુલ બનાવશે.


આનંદો! હવે ફટાફટ બાબુ સોનાને લઈને માણો અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની મઝા, જાણો